ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરૂઆત
Live TV
-
રાજ્યમાં ફુલગુલાબી ઠંડીનો અહેસાસ. ગુજરાતમાં સીઝનનું પ્રથમ વખત તાપમાન 14 ડિગ્રીએ પહોંચ્યું છે, અમદાવાદમાં તાપમાનમાં 14.7 ડિગ્રી, કંડલામાં 15.5 ડિગ્રી, વડોદરામાં 15.6 ડિગ્રી, ડીસામાં 15.8 ડિગ્રી, અમરેલીમાં 16 ડિગ્રી, રાજકોટમાં 16.4 ડિગ્રી, કેશોદમાં 17.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 17.6 ડિગ્રી, મહુવામાં 17.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ગાંધીનગરમાં સૌથી વધારે ઠંડી નોંધાઈ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને કમોસમી વરસાદે પણ વિદાય લીધી છે, આગામી દિવસોમાં હજી પણ ઠંડી વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેમાં પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વની થતા ઠંડીનો અનુભવ થશે. ઉત્તર તરફથી પવન આવતા તાપમાન ઘટવાની આગાહી કરવામાં આવી છે. મોટાભાગના જિલ્લાઓમાં 2-3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે.
ઉત્તર ભારતમનાં રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું
ઉત્તર ભારતમનાં રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે, તો દક્ષિણ ભારતમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે. જમ્મુ-કાશ્મીરના મોટા ભાગના વિસ્તારોમાં રાત્રીનું તાપમાન સામાન્ય કરતાં નીચું નોંધાયું છે. હવામાન વિભાગ અનુસાર, કાશ્મીરના ઉપર તરફના ભાગોમાં હિમપાતના કારણે ઘાટીમાં તાપમાનમાં ઘટાડો થયો છે. ઘણા વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાન શૂન્યથી નીચે નોંધાયું છે. હિમવર્ષાના લીધે ઉત્તર ભારતમાં ઠંડી પડવાની શરૂ થઈ ગઈ છે.
