Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 33 તાલુકામાં મેઘમહેર, સુરતમાં ધોધમાર વરસાદ, જુઓ ક્યા કેટલો વરસ્યો

Live TV

X
  • રાજ્યમાં ચોમાસાના આગમન સાથે જ દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 તાલુકાઓમાં વરસાદ થયો છે. જ્યારે મંગળવારે(30 જૂન) સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી ચાર કલાકની અંદરમાં 28 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ સુરતમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. 

    4 કલાકમાં 28 તાલુકામાં મેઘમહેર
    હવામાન વિભાગના આંકડાઓ મુજબ, 30 જૂનના રોજ સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 28 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં સુરત સિટીમાં 2 ઇંચ, કામરેજમાં 1.42 ઇંચ, ઓલપાડમાં 1.34 ઇંચ, માંગરોળમાં 1.18 ઇંચ, વલસાડના ધરમપુર અને સુરતની ચોરાસીમાં 1-1 ઇંચ વરસાદ થયો છે. 

    જ્યારે નવસારી, તાપીના વ્યારા, સુરતના ઉમરપાડા, બારડોલી, વલસાડના વાપી, કપરાડા, અમરેલીના રાજુલા, જાફરાબાદ, ભરૂચના ઝઘડિયા, રાજકોટના જસદણ સહિત 22 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ વરસ્યો છે. 

    24 કલાકમાં 33 તાલુકામાં વરસાદ 
    છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ, સુરત સિટીમાં 2.60 ઇંચ, તાપીના વાલોડમાં 2.05 ઇંચ, સુરતના માંગરોળ અને કામરેજમાં 1.65 ઇંચ, પલસાણામાં 1.34 ઇંચ, વલસાડના ઉમરગામમાં 1.06 ઇંચ, બોટાદના રાણપુર અને નવસારીના ચીખલીમાં વલસાડ, પારડી, કપરાડા અને વાપી જેવા વિસ્તારોમાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply