Skip to main content
Settings Settings for Dark

'વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ-સેન્ટ્રલ ગુજરાત'માં કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનોહરલાલ ખટ્ટરના હસ્તે 'અમદાવાદ સિટી લોજિસ્ટિક્સ પ્લાન'પુસ્તકનું વિમોચન

Live TV

X
  • આ પ્રસંગે અમદાવાદના મેયર હિતેશ બારોટ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ તથા ધારાસભ્યની પ્રોત્સાહક ઉપસ્થિતિ

    વડોદરા ખાતે આજથી શરૂ થયેલી 'વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ-સેન્ટ્રલ ગુજરાત' દરમિયાન અમદાવાદ શહેરના ભાવિ લોજિસ્ટિક્સ વિકાસ માટે તૈયાર કરવામાં આવેલા 'અમદાવાદ સિટી લોજિસ્ટિક્સ પ્લાન' (સીએલપી) પુસ્તકનું વિમોચન કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનોહરલાલ ખટ્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદના મેયર હિતેશ બારોટ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ, ધારાસભ્યઓ તથા AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દિનેશ ગુરવ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    અમદાવાદ સિટી લોજિસ્ટિક્સ પ્લાનનો મુખ્ય હેતુ શહેરમાં માલ-સામાનના પરિવહનને વધુ કાર્યક્ષમ, સુવ્યવસ્થિત, પર્યાવરણને ધ્યાને રાખીને ભવિષ્યલક્ષી બનાવવાનો છે. આ યોજના ભારત સરકારની નેશનલ લોજિસ્ટિક્સ પોલિસી (National Logistics Policy) તેમજ પીએમ ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન(PM Gati Shakti National Master Plan) સાથે સુસંગત રીતે તૈયાર કરવામાં આવી છે. આ આયોજનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) વિસ્તાર, અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) વિસ્તાર તેમજ ભવિષ્યના શહેરી વિકાસને ધ્યાનમાં રાખીને વિસ્તૃત આયોજન કરી સમગ્ર વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે.

    ગુજરાતનું અગ્રણી ઔદ્યોગિક અને વ્યાપારી કેન્દ્ર ગણાતા અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા માલ-સામાન પરિવહનને કારણે ટ્રાફિક ભીડ, લોજિસ્ટિક્સ પાર્કિંગની અછત, ગોડાઉન અને વેરહાઉસની અપૂરતી વ્યવસ્થા, લાસ્ટ-માઇલ કનેક્ટિવિટીની સમસ્યાઓ તેમજ પર્યાવરણીય પડકારો ઊભા થયા છે. વર્ષ 2024-25ના આધાર વર્ષ મુજબ અમદાવાદ શહેરમાં આશરે 289.5 મિલિયન ટન માલ-સામાન પરિવહન થાય છે, જેમાંથી અંદાજે 92 ટકા પરિવહન માર્ગ મારફતે થાય છે. 

    આ પડકારોના અસરકારક નિવારણ માટે સિટી લોજિસ્ટિક્સ પ્લાન હેઠળ ત્રિ-સ્તરીય લોજિસ્ટિક્સ સિસ્ટમ (Three-Tier Logistics System) વિકસાવવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં શહેરની બહાર મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ પાર્ક (Multi Modal Logistics Park (MMLP) અને ટ્રાન્સપોર્ટ નગર (Transport Nagar) વિકસાવવામાં આવશે. બીજા તબક્કામાં શહેરી લોજિસ્ટિક્સ એકત્રીકરણ અને વિતરણ કેન્દ્રો (Urban Logistics Consolidation & Distribution Centres (ULCDC)) દ્વારા શહેરમાં માલ-સામાનના સુવ્યવસ્થિત વિતરણની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, જ્યારે ત્રીજા તબક્કામાં માઇક્રો ડિલિવરી હબ (Micro Delivery Hubs) મારફતે ઇલેક્ટ્રિક તથા નાના વાહનો દ્વારા અંતિમ તબક્કાની (Last Mile) કનેક્ટિવિટી વધુ ઝડપી અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે.

    આ યોજનામાં પશ્ચિમ અને પૂર્વ બાયપાસ રોડ, સમર્પિત ફ્રેઇટ લેન (Dedicated Freight Lanes), રિજનલ રિંગ રોડ, આધુનિક ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ, લોજિસ્ટિક્સ પાર્કિંગ સુવિધાઓ, વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ, APMCના પુનર્વિકાસ, લો એમિશન ઝોન (Low Emission Zone (LEZ)), મહત્તમ ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ માટે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ (Intelligent Transport System (ITS)) જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

    વર્ષ 2047 સુધીમાં શહેરમાં 1 મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ પાર્ક (Multi Modal Logistics Park (MMLP)), 5 અર્બન લોજિસ્ટિક્સ કન્સોલિડેશન અને ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર (Urban Logistics Consolidation & Distribution Centres (ULCDC)), 14 માઇક્રો ડિલિવરી હબ (Micro Delivery Hubs), 13 લોજિસ્ટિક્સ પાર્કિંગ વિસ્તારો (કુલ 6,352 વાહનોની પાર્કિંગ ક્ષમતા), 18 વેરહાઉસ તથા 29 કોલ્ડ સ્ટોરેજ વિકસાવવાનો પ્રસ્તાવ છે. આ સમગ્ર યોજનાના અમલીકરણ માટે અંદાજિત રૂ. 12,315 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવશે, જેનો અમલ ત્રણ તબક્કામાં 2025-30, 2030-35 અને 2035-47 દરમિયાન કરવામાં આવશે.

    આ યોજનાના અમલીકરણમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, AUDA, ગુજરાત સરકાર, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) તેમજ ખાનગી ક્ષેત્રની ભાગીદારી (PPP મોડલ) રહેશે. આ યોજના અમલમાં આવતાં શહેરમાં ટ્રાફિક ભીડમાં નોંધપાત્ર ઘટાડો, માલ-સામાન પરિવહનની કાર્યક્ષમતામાં વધારો, ખર્ચમાં ઘટાડો, પ્રદૂષણમાં ઘટાડો, ઉદ્યોગો અને વેપારને વધુ પ્રોત્સાહન તેમજ "વિકસિત ભારત – 2047"ના લક્ષ્યને સિદ્ધ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન મળશે.

    'વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ-સેન્ટ્રલ ગુજરાત'માં અમદાવાદ સિટી લોજિસ્ટિક્સ પ્લાન પુસ્તકના વિમોચન સાથે શહેરના લોજિસ્ટિક્સ ક્ષેત્રને લાંબા ગાળાની દિશા આપતી આ મહત્ત્વાકાંક્ષી યોજના રાજ્ય અને દેશના શહેરી લોજિસ્ટિક્સ વિકાસ માટે પણ એક માર્ગદર્શક દસ્તાવેજ તરીકે મહત્વપૂર્ણ સાબિત થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply