Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ કપરાડામાં 4.17 ઈંચ, 21 ડેમ હાઈ ઍલર્ટ પર

Live TV

X
  • ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 30 જિલ્લાના 89 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 4.17 ઈંચ, તાપીના ડોલવણમાં 2.40 ઈંચ, ડાંગ સુબીરમાં 1.85 ઈંચ, વલસાડના ઉમરગામમાં 1.38 ઈંચ, વલસાડના ધરમપુરમાં 1.10 ઈંચ વરસાદ નોંધાયો છે. 

    રાજ્યમાં આજે બુધવારે (02 જુલાઈ) સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં ડાંગના સુબીરમાં 2.91 ઈંચ, તાપીના ડોલવણમાં 2.80 ઈંચ અને વાલોડમાં 1.97 ઈંચ, સુરતના મહુવામાં 1.57 ઈંચ, ડાંગના આહવામાં 0.98 ઈંચ વરસાદ વરસ્યો છે.

    જ્યારે આજે (2 જુલાઈ) સવારના 8 વાગ્યા સુધીમાં રાજ્યમાં ડેમોની સ્થિતિની વાત કરીએ તો, 206 ડેમમાંથી 15 ડેમ 100 ટકા ભરાયા છે. આ ઉપરાતં, અન્ય 38 ડેમ 70થી 100 ટકા, 36 ડેમ 50 થી 70 ટકા, 51 ડેમ 25થી 50 ટકા અને 66 ડેમ 25 ટકાથી નીચે ભરાયેલા છે. જેમાં 21 ડેમ હાઈ ઍલર્ટ પર છે. જ્યારે 12 ડેમને લઈને ઍલર્ટ અને 20 ડેમને લઈને વોર્નિંગ જાહેર કર્યું છે. 

    અમરેલીના રાજુલાનો દાંતીવાડા ડેમ, સાવરકુંડલાનો સુરજવાડી ડેમ, ભાવનગરના મહુવાનો રોડકી અને બગડ ડેમ, બોટાદનો ગોમા અને ગઢડાનો ભીમદાદ ડેમ, દાહોદના જાલોદનો કાલી-2 ડેમ અને લીમખેડાનો ઉમારીયા ડેમ, જામનગરનો વાગડીયા ડેમ, કચ્છના મુંદ્રાનો કાલાઘોઘા ડેમ, મોરબીના હળવદનો બ્રાહ્મણી ડેમ, સુરેન્દ્રનગરના ચુડાનો વસંલ ડેમ, સાયલાનો લિ. ભોગાવો-2 ડેમ, મુળીનો સબુરી ડેમ સહિત કુલ 21 ડેમ હાઈ ઍલર્ટ પર છે. 

    રાજ્યમાં ચોમાસામાં ભારે વરસાદી સ્થિતિમાં નીચાણવાળા વિસ્તારો સહિતના કુલ 3703 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં ભાવનગરમાં 2308, પંચમહાલમાં 500, સુરતમાં 266, વડોદરામાં 173, સુરેન્દ્રનગરમાં 134, બોટાદમાં 177, અમરેલીમાં 80, નર્મદામાં 79, નવસારીમાં 44 અને તાપી જિલ્લામાં 2નું સ્થળાંતર કરાયું છે. જ્યારે કુલ 676 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 

    સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. જેને લઈને માછીમારોને આગામી 5 જુલાઈ સુધી દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સૂચના આપી છે. 

    હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં આજે (2 જુલાઈ) સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી અને વલસાડ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply