Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં છ મહા નગરપાલિકાની આજે ચાલી રહેલી મત ગણતરી પ્રકિયા

Live TV

X
  • ગુજરાતમાં છ-મહા નગરપાલિકાની ચૂંટણીના મતદાનની આજે મત ગણતરી ચાલી રહી છે.  6 મહા નગરપાલિકા અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર અને રાજકોટમાં 21 ફેબ્રુઆરીના રોજ મતદાન થયું હતું. કોરોના મહામારીમાં યોજાયેલ ચૂંટણીમાં 46 પોઇન્ટ 8 ટકા મતદાન થયું હતું. છ મહાનગર પાલિકામાં બે હજાર 276 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. ગુજરાતમાં છ મહાનગર પાલિકામા કુલ 144 વોર્ડમાં 576 બેઠકોની મત ગણતરી શરૂ થઇ છે. કોરોના કાળમાં 29 લાખ 80 હજાર 433 પુરૂષ જ્યારે 23 લાખ બે હજાર 976 મહિલાઓ મળી કુલ 52 લાખ 83 હજાર 409 મતદારોએ મતદાનના અધિકારનો ઉપયોગ કર્યો હતો. અમદાવાદમાં ગુજરાત કોલેજ તેમજ એલ ડી એન્જીનિયરીંગ ખાતે મત ગણત્રી હાથ ધરવાની કામગીરી શરૂ થઇ છે.  જે માટે પૂરતી પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે. શરૂઆતના તબક્કામાં છ એ મહાનગરપાલિકામાં ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યાં છે. જ્યારે કેટલીક જગ્યાએ કોંગ્રેસના ઉમેદવાર ભાજપ સાથે હરિફાઇ કરી રહ્યાં છે. તમામ મહા નગરપાલિકાની મતગણતરીના શરૂઆતી વલણોમાં ભાજપ આગળ જોવા મળી રહી છે. રાજકોટના વોર્ડ નંબર 07માં ભાજપની પેનલની જીત થઈ છે. જ્યારે ભાવનગર વોર્ડ નંબર 11 દક્ષિણ કૃષ્ણનગરમાં  પણ ભાજપની પેનલે બાજી મારી છે. જામનગરમાં વોર્ડ 5 અને વોર્ડ 9માં પણ ભાજપની પેનલનો  વિજય થયો છે. જ્યારે  જૂનાગઢ મનપાની પેટા ચૂંટણીમાં વોર્ડ નં. ૬માં કોંગ્રેસના ઉમેદવાર લલિત પલસાણા વિજયી થયાં છે. તો મહા નગરપાલિકાની ચૂંટણીના પરિણામમાં રાજકોટમાં ભાજપનો સારો દેખાવ જોવા મળી રહ્યું છે. રાજકોટના કુલ 18 વોર્ડ માથી 9 વોર્ડમાં ભાજપની પેનલે મેદાન માર્યુ છે. જ્યારે હજી સુધી કોંગ્રેસનું ખાતુ પણ ખુલ્યુ નથી. મુખ્યમત્રી વિજય રૂપાણીના હોમ ટાઉન ગણાતા રાજકોટમાં ભાજપના ઉમેદાવારોની જીતથી ભાજપ છાવણીમાં ખુશીની લહેર ફરી વળી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply