Skip to main content
Settings Settings for Dark

અધ્યક્ષ સી. આર. પાટીલે મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે જાહેર સભા સંબોધી

Live TV

X
  • પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ઉત્તર ગુજરાતમાં પહેલી વાર ચૂંટણી પ્રચાર માટે આવ્યાં હતાં. તેમણે મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે સભા સંબોધી હતી.  વિસનગરની જાહેર સભામાં સી.આર.પાટીલે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભાજપના ઉમેદવારોને જંગી બહુમતી થી જીતાડવા આહવાન કર્યું હતું.  આ પ્રસંગે વિસનગર નાગર સમાજના અગ્રણી અને ધારાશાસ્ત્રી એન.સી. મહેતા તથા વંદનાબેન મહેતાએ સી આર પાટીલના હસ્તે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી તેઓ પણ ભાજપને સમર્પિત થયા છે. વિસનગર ખાતે ચૂંટણી પ્રચાર માટે સભા સંબોધિત કરતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે લોકોને ભાજપ સરકારના પ્રજાલક્ષી અને રાષ્ટ્ર હિત માટે લેવાયેલ નિર્ણયોથી થયેલ બદલાવ વિશે માહિતી આપી હતી. તેમણે વિસનગરના મતદારોને વચન આપ્યું છે કે તમે ઉમેદવાર નહિ પરંતુ મોદીજીને જોઈ ભાજપને વોટ આપશો અને જો ઉમેદવાર કોઈ ભૂલ કરશે તો  અમે તેને બક્ષસુ નહિ , એ અમારી જવાબદારી રહેશે આમ ભાજપની વિસનગર ખાતેની સભા સંબોધન કરતા તમામ મહાનુભાવોએ મતદારોને પોતાના પક્ષ માટે મતદાન કરવા અપીલ કરી છે.આ જાહેરસભામાં  વીસનગરના ધારાસભ્ય અને જિલ્લા ભાજપના અધ્યક્ષ સહિત ભાજપના કાર્યકરો અને હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply