Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં તમામ સરકારી શાળાઓમાં 22 જાન્યુઆરીએ બપોરે 2:30 સુધી રહેશે રજા

Live TV

X
  • અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ મહત્વનો નિર્ણય, ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં 22 જાન્યુઆરીએ 2:30 સુધી રહેશે રજા

    22 જાન્યુઆરી 2024 સોમવારના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશભરમાં ભવ્ય આયોજનો થઈ રહ્યા છે. સમગ્ર દેશ રામ નામ માં ખોવાયેલું છે. તો ગુજરાત રાજ્ય પણ રામ ભક્તિમાં રંગાયું છે. તો ગુજરાત રાજ્યમાં સરકારી કચેરીઓમાં અડધા દિવસની રજા જાહેર કરાઈ છે. રાજ્યની સરકારી કચેરીઓમાં 2:30 સુધી રજા જાહેર કરવામાં આવી છે. સાથે સરકારી શાળાઓમાં પણ અડધા દિવસની રજા જાહેર કરાઈ છે. બપોરે  2:30 સુધી સરકારી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તમામ સરકારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અડધી રજા જાહેર કરાઈ છે. 

    તો દેશભરમાં આતુરતાથી અયોધ્યા રામ મંજિરની પ્રાણ પ્રતિષ્ઠાની રાહ જોવાઈ રહી છે. 22મી જાન્યુઆરીએ બપોરે 12 વાગીને 20 મિનિટે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. શાસ્ત્રીય પરંપરાનું પાલન કરી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને અભિજીત મુહૂર્તમાં પૂર્ણ કરવામાં આવશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply