Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાના માસ્ટર ટ્રેઈનર્સનો રાજ્યકક્ષાનો યોજાયો તાલીમ કાર્યક્રમ

Live TV

X
  • ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાના માસ્ટર ટ્રેઈનર્સનો રાજ્યકક્ષાનો યોજાયો તાલીમ કાર્યક્રમ, EVM-VVPAT, મતદાન મથકો, પોસ્ટલ બેલેટ,આદર્શ આચારસંહિતા સહિતની બાબતો અંગે વિસ્તૃત તાલીમ આપવામાં આવી

    ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાના માસ્ટર ટ્રેઈનર્સનો રાજ્યકક્ષાનો બે દિવસીય વર્કશૉપ યોજાયો હતો. આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીની પૂર્વતૈયારીઓના ભાગરૂપે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશૉપમાં EVM-VVPAT , મતદાન મથકો, પોલીંગ સ્ટાફ, આદર્શ આચારસંહિતા, પોસ્ટલ બેલેટ અને ખર્ચ નિરિક્ષણ સહિતની બાબતો અંગે વિસ્તૃત તાલીમ આપવામાં આવી. 

    ગત તા. 17 અને 18 જાન્યુઆરી, 2024 ના રોજ 18 જિલ્લાના 36 અધિકારીઓ તથા તા. 19 અને 20 જાન્યુઆરી, 2024 ના રોજ 16 જિલ્લાના 36 અધિકારીઓ એમ કુલ બે બેચ મળી રાજ્યભરના તમામ જિલ્લાકક્ષાના માસ્ટર ટ્રેઈનર્સને ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ વર્કશૉપમાં EVM-VVPATના સંગ્રહ, પરિવહન અને જાળવણી, મતદાન મથકને લગતી બાબતો, મતદાનના દિવસની વ્યવસ્થાઓ, પોલીંગ સ્ટાફ, પોસ્ટ બેલેટ, આઈ.ટી. ઍપ્લિકેશન્સ, ખર્ચ નિરિક્ષણ અને આદર્શ આચારસંહિતા સહિતના વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.

    આ વર્કશૉપમાં મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતી સમક્ષ બૂથ લેવલ ઑફિસર, પ્રિસાઈડિંગ ઑફિસર, સેક્ટર ઑફિસર તથા માઈક્રો ઑબ્ઝર્વર્સે બજાવવાની ફરજો અને તકેદારીઓ અંગે વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું. સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી એ.બી. પટેલ દ્વારા જિલ્લાકક્ષાના માસ્ટર ટ્રેઈનર્સને ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply