અરવલ્લી: પી એમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા વિવિધ કેન્દ્રો પર યોજાઈ
Live TV
-
અરવલ્લી: પી એમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા વિવિધ કેન્દ્રો પર યોજાઈ
આજે પી એમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા યોજાઈ હતી. અરવલ્લી જિલ્લામાં પી એમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય ની ધોરણ ૬ ની પ્રવેશ પરીક્ષા વિવિધ કેન્દ્રો પર યોજાઈ હતી. જિલ્લાના ધનસુરા મોડાસા બાયડ સહિત વિવિધ જગ્યાએ આ પરીક્ષા યોજાઈ હતી. વિવિધ કેન્દ્રો પર શાંતિ પૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાઈ હતી. અરવલ્લી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન માં ધનસુરા પી એમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય ના આચાર્ય ની દેખરેખ હેઠળ પરીક્ષા યોજાઈ. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક પરીક્ષા આપી હતી ધોરણ ૬ માં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા માટે મોટી સંખ્યામાં ફોર્મ ભરાયા હતા. આ માટે ફોર્મ નવોદય વિદ્યાલય ની વેબસાઈટ પર થી ઓનલાઇન ભરાયા હતા. પી એમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય માં ધોરણ ૬ થી ૧૨ સુધી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ ત્રણેય સ્ટ્રીમ સાથે ચાલે છે. આ સંપૂર્ણપણે આવાસીય શાળા છે. આ પરીક્ષામાં જો વિદ્યાર્થી પાસ થાય છે તો તેને તદ્દન ફ્રીમાં અભ્યાસ રહેવાનું ખાવાનું મળી રહે છે. અહી ધોરણ 10 અને ધોરણ 12 સહિત વિવિધ પરીક્ષાઓમાં સુંદર પરિણામો મેળવ્યા હતા.આ ઉપરાંત અહીં ડીજીટલ પદ્ધતિ દ્વારા શિક્ષણની વ્યવસ્થા છે. અહીં રમતગમત, ચિત્રકલા, નૃત્યકલા વગેરે શીખવવામાં આવે છે.
