આગામી પોષ સુદ પૂનમે પવિત્ર શક્તિપીઠ અંબાજી ધામમાં સ્વચ્છતા ઝુંબેશ શરૂ
Live TV
-
આગામી પોષ સુદ પૂનમે પવિત્ર શક્તિપીઠ અંબાજી ધામમાં સ્વચ્છતા ઝુંબેશ શરૂ
આગામી પોષ સુદ પૂનમે પવિત્ર શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે મા અંબેનો પ્રાગટ્ય મહોત્સવ યોજાવા જઇ રહ્યો છે. ત્યારે અંબાજી ધામમાં સ્વચ્છતા ઝુંબેશ શરૂ થઇ ગઇ છે. આ સ્વચ્છતા કાર્યક્રમમાં પ્રાંત અધિકારી, અંબાજી મંદિરના વહીવટદાર સહિત શ્રી શક્તિ સેવા કેન્દ્રના લોકો પણ સફાઇની કામગીરીમાં જોડાયા હતા. અને મા અંબાના ધામની પવિત્રતા જાળવી રાખવા અંગે સૂત્રોચ્ચાર કરાયા હતા.
