ગુજરાતમાં માર્ગ સલામતીને મજબૂત બનાવવા ગાંધીનગરમાં ‘રોડ સેફ્ટી મેનેજમેન્ટ કાર્ય-શિબિર’નું સફળ આયોજન
Live TV
-
ગુજરાતમાં માર્ગ સલામતીના અમલને વધુ અસરકારક બનાવવાના ઉદ્દેશ્ય સાથે, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી (GRSA) દ્વારા ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) તથા ઇન્સ્ટિટ્યૂટ ઓફ રોડ ટ્રાફિક એજ્યુકેશન (IRTE)ના સહયોગથી ગાંધીનગર ખાતે ત્રણ દિવસીય 'રોડ સેફ્ટી મેનેજમેન્ટ કાર્ય-શિબિર'નું સફળ આયોજન કરવામાં આવ્યું.
આ શિબિર તા. 15 થી 17ડિસેમ્બર 2025 દરમિયાન યોજાઈ હતી.આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ પોલીસ, પરિવહન વિભાગ (RTO), માર્ગ-મકાન વિભાગ, NHAI તથા મહાનગર પાલિકાના અધિકારીઓની ટેક્નિકલ અને ઓપરેશનલ ક્ષમતામાં વધારો કરવાનો હતો.તાલીમના મુખ્ય વિષયોમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે:માર્ગ ટ્રાફિક કાયદા (મોટર વાહન અધિનિયમ, નિયમો).માર્ગ અકસ્માતોની વૈજ્ઞાનિક પદ્ધતિથી તપાસ.ટ્રાફિક નિયંત્રણ ઉપકરણો (સાઇન્સ, સિગ્નલ્સ અને રોડ માર્કિંગ્સ).ટ્રાફિક મેનેજમેન્ટ અને અકસ્માત વિશ્લેષણમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ.વધુમાં, IRTE દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાના મુદ્દાઓ અંગે પ્રાથમિક સર્વે અને વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેના આધારે તાલીમને વધુ વ્યવહારુ અને પડકાર-આધારિત બનાવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં પોલીસ, પરિવહન (RTO), માર્ગ અને મકાન, NHAI તથા શહેરી વિકાસ સહિત વિવિધ વિભાગોના ૬૫થી વધુ અધિકારીઓએ સક્રિય ભાગ લીધો હતો.GRSA દ્વારા આયોજિત આ કાર્યક્રમ વિભાગો વચ્ચે વધુ સારી સંકલન વ્યવસ્થા, કુશળતા વિકાસ અને ક્ષમતા નિર્માણ દ્વારા રાજ્યમાં માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવાનો સંયુક્ત પ્રયાસ હતો. માર્ગ સલામતી માટે જાગૃતિ સાથે સાથે અધિકારીઓની ક્ષમતાનો વિકાસ અત્યંત આવશ્યક છે, અને આ કાર્યક્રમ ગુજરાતમાં વધુ સુરક્ષિત માર્ગ વ્યવસ્થા વિકસાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું પુરવાર થયો છે.
