પ્રધાનમંત્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત હંમેશા અગ્રેસર રહેશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
Live TV
-
અમદાવાદ ખાતે આયોજિત ‘ગૌરવશાળી ગુજરાત કૉન્ક્લેવ’માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રેરક ઉપસ્થિતિ રહી સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગુજરાત અને વિકાસ આજે એકબીજાના પર્યાય બન્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિએ એક નવો ઇતિહાસ રચ્યો છે અને ગુજરાતને વિકાસનું વૈશ્વિક રોલ મોડેલ બનાવ્યું છે.દેશના કુલ જીડીપીમાં ગુજરાતની ભાગીદારી 8.2% થી વધુ છે, જ્યારે દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં રાજ્યનું યોગદાન 17% થી વધુ છે. છેલ્લા 24 વર્ષમાં ગુજરાતનું અર્થતંત્ર 13 ગણું વધ્યું છે.વિકસિત ભારતના સંકલ્પ માટે ‘વિઝન ડોક્યુમેન્ટ 2047’ નો રોડમેપ તૈયાર કરનાર ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વર્ષ 2047 સુધીમાં ગુજરાતના જીડીપીને 3.5 ટ્રિલિયન અમેરિકન ડોલર સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે. આ સાથે જ નાગરિકોના સરેરાશ આયુષ્યને 70 વર્ષથી વધારીને 84 વર્ષ સુધી લઈ જવા માટે આરોગ્ય સેવાઓ સુદ્રઢ કરવામાં આવશે.ગુજરાત હવે ફિનટેક, ગ્રીન ગ્રોથ, બાયોટેકનોલોજી, ડ્રોન, સેમિકન્ડક્ટર અને એઆઈ (AI) જેવા ક્ષેત્રોમાં હરણફાળ ભરી રહ્યું છે. રાજ્ય હવે 'ચિપથી લઈને શિપ' સુધીના નિર્માણ માટે સજ્જ છે. કેન્દ્રીય સ્તરે નીતિ આયોગની જેમ જ ગુજરાતે ગ્રીટ ની રચના કરી છે. વર્ષ 2035 માં ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થશે, જે 'અમૃત વર્ષ' તરીકે એક નવો માઇલસ્ટોન સાબિત થશે. રાજ્યના સર્વગ્રાહી વિકાસ માટે સરકાર 4-I પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે:
