ગુજરાતમાં શિયાળાની જમાવટ: મોટા ભાગના શહેરોમાં તાપમાન 14થી 18 ડિગ્રી વચ્ચે
Live TV
-
ગુજરાતમાં શિયાળાની જમાવટ: મોટા ભાગના શહેરોમાં તાપમાન 14થી 18 ડિગ્રી વચ્ચે
સમગ્ર ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે શિયાળો જમાવટ કરી રહ્યો છે. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસથી 18 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાયું છે, જેના કારણે વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.
મહાનગરોમાં પારો ગગડ્યો
ગાંધીનગર 14.5
રાજકોટ 14.8
વડોદરા 15.8
સુરત 16.6
અમદાવાદમાં સતત ત્રણ દિવસથી લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીએ સ્થિર રહેતા શહેરીજનોએ દિવસ દરમિયાન પણ ઠંડક અનુભવી હતી.આગામી 6 દિવસ સ્થિતિ જળવાઈ રહેશે
હવામાન વિભાગના મતે, રાજ્યમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે. આગાહી મુજબ, આગામી 6 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. આથી, રાજ્યભરના લોકોને આગામી દિવસોમાં પણ આવી જ ઠંડીનો અનુભવ થશે.
