Skip to main content
Settings Settings for Dark

ગુજરાત સરકારનો ખેડૂતોને આર્થિક ટેકો: કમોસમી વરસાદ માટે 10,000 કરોડ રૂ.નું ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર

Live TV

X
  • ગુજરાત સરકારનો ખેડૂતોને આર્થિક ટેકો: કમોસમી વરસાદ માટે 10,000 કરોડ રૂ.નું ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર

    કુદરતી આફત સામે ઝઝૂમી રહેલા ગુજરાતના ધરતીપુત્રો માટે રાજ્ય સરકારે અત્યંત સંવેદનાસભર અને ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે. કમોસમી વરસાદથી થયેલા વ્યાપક પાક નુકસાનની વેદના સમજીને, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્ત્વમાં સરકારે રૂ. 10,000 કરોડનું ઐતિહાસિક કૃષિ રાહત-સહાય પેકેજ જાહેર કર્યું છે.

    આ માતબર પેકેજની જાહેરાતને પગલે કૃષિ ક્ષેત્રના આગેવાનો અને ખેડૂતો તરફથી ઉમળકાભેર આવકાર અને સંતોષની લાગણી વ્યક્ત કરવામાં આવી છે.

    રાહત પેકેજની મુખ્ય વિશેષતાઓ

    રાજ્ય સરકારે જાહેર કરેલા આ ઐતિહાસિક પેકેજ અંતર્ગત ખેડૂતોને નીચે મુજબ સહાય આપવામાં આવશે:

    સહાયની રકમ: પ્રતિ હેક્ટરે રૂ. 22,000ની સહાય કરવામાં આવશે.

    કુલ પેકેજ: કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનને ભરપાઈ કરવા માટે કુલ રૂ. 10,000કરોડ નું માતબર પેકેજ.

    ટેકાના ભાવે ખરીદી: આ ઉપરાંત, ખેડૂતોને આર્થિક ટેકો આપવા માટે ટેકાના ભાવે ખરીદી માટે રૂ. 15,000 કરોડ ની જોગવાઈ પણ કરવામાં આવી છે.

    કૃષિ ક્ષેત્રના આગેવાનોના મતે, આ રાહત પેકેજ એવા સમયે આવ્યું છે જ્યારે ખેડૂતો કમોસમી વરસાદના કારણે મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હતા. સરકારે સંવેદના દાખવીને ખેડૂતોને સમયસર મદદ પહોંચાડી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply