ગુજરાતમાં શ્રમજીવી વર્ગો અને રોજનું કમાઇને રોજ ખાનારા અને જીવનનિર્વાહ કરનારા પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય
Live TV
-
ગરીબ, શ્રમજીવીઓના કુલ ૬૦ લાખ જેટલા પરિવારોના ૩.રપ કરોડ લોકોને આ લોકડાઉન દરમિયાન ખાવા-પીવાની ચીજવસ્તુ અને અનાજની કોઇ તકલીફ ન પડે તે માટે આ રેશનકાર્ડ ધારક પરિવારોને ૧ એપ્રિલથી એક મહિના માટે સમગ્ર રાજ્યની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન પરથી વ્યકિત દીઠ ૩.પ૦ કિલો ઘઉં, વ્યકિત દીઠ ૧.પ૦ કિલો ચોખા અને કુટુંબ દીઠ ૧ કિલો ખાંડ, ૧ કિલો દાળ અને ૧ કિલો મીઠુ નિઃશુલ્ક અપાશે.
પ્રધાનમંત્રીએ કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતીમાં સમગ્ર દેશમાં ર૧ દિવસના જાહેર કરેલા લોકડાઉનના પગલે ગુજરાત સરકારે રાજ્યમાં શ્રમજીવી વર્ગો અને રોજનું કમાઇને રોજ ખાનારા અને જીવનનિર્વાહ કરનારા પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
આવા કારીગરો, ગરીબ, શ્રમજીવીઓના કુલ ૬૦ લાખ જેટલા પરિવારોના ૩.રપ કરોડ લોકોને આ લોકડાઉન દરમિયાન ખાવા-પીવાની ચીજવસ્તુ અને અનાજની કોઇ તકલીફ ન પડે તે માટે આ રેશનકાર્ડ ધારક પરિવારોને ૧ એપ્રિલથી એક મહિના માટે સમગ્ર રાજ્યની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન પરથી વ્યકિત દીઠ ૩.પ૦ કિલો ઘઉં, વ્યકિત દીઠ ૧.પ૦ કિલો ચોખા અને કુટુંબ દીઠ ૧ કિલો ખાંડ, ૧ કિલો દાળ અને ૧ કિલો મીઠુ નિઃશુલ્ક અપાશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, કોરોના વાયરસના સંક્રમણથી નાગરિકોને બચાવવા લોકડાઉનની જાહેરાત પ્રધાનમંત્રીશ્રીએ કરી છે તે સ્થિતીમાં આવા નાના અને ગરીબ પરિવારોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે સંવેદના સાથે રાજ્ય સરકારે ચિંતા કરીને આ મહત્વનો નિર્ણય કર્યો છે.જીવન આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠામાં કે અન્ય કોઇ પણ આવશ્યક સેવાઓમાં ભવિષ્યમાં પણ કોઇ તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર પૂરી ગંભીરતાથી આયોજન કરી રહી છે એમ પણ તેમણે જણાવ્યું છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ સૌ નાગરિક ભાઇ-બહેનોને ફરી એકવાર અપિલ કરી છે કે આ ર૧ દિવસ દરમિયાન સૌ ઘરમાં જ રહે, બહાર ભેગા ન થાય, આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો રાજ્યમાં પુરતી માત્રમાં છે એટલે તેનો સંગ્રહ કરવા કે આવી ચીજવસ્તુઓ મળશે નહિ તેવો ડર રાખવાની કોઇ જરૂર નથી.
