ગુજરાતમાં હજુ 7 દિવસ હળવા વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં 120 તાલુકામાં વરસાદ
Live TV
-
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 120 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ આણંદમાં 1.65 ઇંચ વરસાદ ખાબક્યો છે. તેવામાં હવામાન વિભાગે રાજ્યમાં હજુ 7 દિવસ છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે 8 ઑક્ટોબર સુધી ગુજરાતભરના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
જ્યારે 9 ઑક્ટોબરથી 12 ઑક્ટોબર સુધી દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરુચ, વડોદરા અને છોટા ઉદેપુર સહિતના જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વલસાડ, છોટા ઉદેપુરના કાવટ, મોરબીના વાંકાનેર, પંચમહાલના હાલોલ, સુરત, નવસારીના ગણદેવી તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. અન્ય 113 તાલુકામાં 1 ઉંચથી ઓછો વરસાદ થયો છે.
