Skip to main content
Settings Settings for Dark

ગુજરાતના 74 તાલુકામાં વરસાદ, સૌથી વધુ આણંદમાં 1.65 ઇંચ

Live TV

X
  • ગુજરાતના દરિયાકાંઠામાં 'શક્તિ' વાવાઝોડુંની અસર જોવા મળી છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં હજુ 6 દિવસ છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરી છે. તેવામાં છેલ્લા 18 કલાકમાં 74 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ આણંદમાં 1.65 ઇંચ વરસાદ ખાબક્યો છે. 

    સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા મુજબ, મોરબીના વાંકાનેર અને ખેડાના નડિયાદ તાલુકામાં 1-1 ઇંચ વરસાદ થયો છે. 

    જ્યારે બનાસકાંઠાના થરાદ, ખેડાના માતર, ગાંધીનગરના માણસા, સુરેન્દ્રનગરના ચોટીલા, લીંમડી, અમરેલીના લીલીયા, ગીર સોમનાથના કોડિનાર, બનાસકાંઠાના ભાભર, ખેડાના મેમદાવાદ, વસો, રાજકોટના જામકંડોરાણા, અમદાવાદના સાણંદ સહિત કુલ 72 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ થયો છે. 

    સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના છૂટાછવાયા સ્થળોએ વરસાદી માહોલ છે, ત્યારે આજે (7 ઓક્ટોબર) વહેલી સવારે તાપી જિલ્લાના કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે જિલ્લાના વ્યારા, બાજીપુરા, વાલોડ, ડોલવણ, નેશનલ હાઈવે 56 સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. વ્યારા શહેરના મિશન નાકા નજીક સરિતા નગર રોડ પર વરસાદી માહોલ. વરસાદને લઈ ડાંગર પકવતા ખેડૂતોની ચિંતા વધી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply