ગુજરાતમાં હવામાન પલટો: આગામી 7દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Live TV
-
ગુજરાતમાં હવામાન પલટો: આગામી 7દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય શરૂ
ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે હવામાનમાં મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ (IMD)ની આગાહી મુજબ, આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. જ્યારે બીજી તરફ, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે, જેના કારણે આગામી દિવસોમાં ગરમી અને ઉકળાટમાં વધારો થઈ શકે છે.
આગામી સાત દિવસ સુધી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં આગામી ૩ દિવસ સુધી હળવા વરસાદી ઝાપટાં પડવાની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી નૈઋત્યના ચોમાસાએ વિદાય લીધી છે, જેના કારણે હવે વાતાવરણમાં શુષ્કતા અને તાપમાનમાં આંશિક વધારો અનુભવાશે.
ચોમાસાના પાછા ખેંચાવાની શરૂઆત થતાં જ આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાનની સાથે ઉકળાટ અને ગરમીનું પ્રમાણ વધવાની સંભાવના છે. સમગ્ર રાજ્યની વાત કરીએ તો, હજુ પણ સરેરાશ સામાન્ય વરસાદની સરખામણીએ 9 ટકા જેટલી ઘટ નોંધાઈ છે.
હવામાન વિભાગની આ સ્થિતિ મુજબ આગામી દિવસોમાં લોકોને ગરમી તેમજ છૂટાછવાયા વરસાદ બંનેનો અનુભવ થશે.
