ગુજરાતી ભાષાના લબ્ધ પ્રતિષ્ઠ સાહિત્યકાર ભગવતીકુમાર શર્માનો દેહવિલય થયો
Live TV
-
ગુજરાતી ભાષાના લબ્ધ પ્રતિષ્ઠ સાહિત્યકાર ભગવતીકુમાર શર્માનો દેહવિલય થયો છે. સાહિત્ય, ગઝલ અને પત્રકારત્વના યુગ પ્રવર્તક કહી શકાય, તેવા ભગવતીકુમાર શર્માનો જન્મ ,31 મે 1934ના રોજ સુરતમાં થયો હતો. તેમણે 1950માં માધ્યમિક શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યું, પણ ત્યાર પછી અભ્યાસ છોડી દીધો હતો. પાછળથી 1968માં તેમણે ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓમાં સ્નાતકની પદવી મેળવી હતી. તેઓ 2009થી 2011 સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ રહ્યા હતા.
