નવસારીના રંગપુરની પ્રાથમિક શાળાએ કર્યો સરકારના ડીજીયલ સપનાને સાકાર
Live TV
-
નવસારી જિલ્લાના અંતરિયાળ વિસ્તારના આદિવાસી બહુલ ધરાવતા એવા વાંસદા તાલુકાની રંગપુર પ્રાથિમિક શાળાના વિદ્યાર્થીઓએ આંગળીને ટેરવે ડિજિટલ ટેક્નોલોજીનો સદુપયોગ કરી ભણતર મેળવી શહેરની શાળાના વિદ્યાર્થીઓને પછડાટ આપી રહ્યા છે. જેના કારણે રંગપુર પ્રાથિમિક શાળા ડીજીટલ શાળા તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.કે જેમણે ખરા અર્થમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ડીજીટલ સપનાને સાકાર કર્યું છે. અહીં શિક્ષણને હવે આંગળીને ટેરવે શક્ય બન્યું છે, જેમાં વિદ્યાર્થીઓએ સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકના દરેક પ્રકરણ ક્યૂઆરકૉડ સંચાલિત બનાવ્યા છે. જેના કારણે તેઓ યૂટ્યૂબ પર જઈ વધુ રસભર માહિતી મેળવી અભ્યાસ કરી શકે છે.
