ગુજરાતી સાયકોલોજીકલ થ્રીલર ફિલ્મ "નાસૂર" ગુજરાત સહિત દેશભરના સિનેમા ગૃહોમાં આવતીકાલથી રજૂ થશે
Live TV
-
ગુજરાતી ફિલ્મના અભિનેતા હિતુ કનોડીયા અને નીલમ પંચાલ અભિનીત, ગુજરાતી સાયકોલોજીકલ થ્રીલર ફિલ્મ "નાસૂર" ગુજરાત સહિત દેશભરના સિનેમા ગૃહોમાં આવતીકાલથી રજૂ થશે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં સાયકોલોજીકલ સ્ટોરી પરથી કદાચ પ્રથમ વખત આ પ્રકારની ફિલ્મ બનાવવામાં આવી છે.
ગુજરાતી 'નાસૂર' એક સફળ ઝનેસમેન હર્ષવર્ધનની વાર્તા છે, જે તેના અંગત જીવનથી નાખુશ છે અને ખૂબ જ એકલતા અનુભવે છે. એક સુંદર પત્ની , ભાઈ, સફળ કામ અને વેપાર ધંધામાં સારા સહયોગી હોવા છતાં ફિલ્મના હીરોને લાગે છે કે તેના જીવનનો કોઈ હેતુ નથી અને તે પોતાનું જીવન સમાપ્ત કરવાનું નક્કી કરે છે. ત્યારે કેટલાક એવા લોકો મળે છે જે મદદ કરે છે.
આ ફિલ્મમાં સમાજમાં બનતી અચાનક અઘટીત ઘટનાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે અને ફિલ્મમાં , જીવનમાં કોઈપણ પરિસ્થિતિ વચ્ચે નિરાશ નહીં થવાની શીખ આપે છે .આ ફિલ્મનું દિગ્દર્શન રીસીલ જોશીએ કર્યું છે અને કાજલ મહેતાએ આ ફિલ્મ લખી છે .
મનોજ આહીર પ્રોડક્શન દ્વારા ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. આમ આ ફિલ્મ એક અનોખી સાયકોલોજીકલ થ્રિલર ફિલ્મ લોકોને અને ખાસ કરીને યુવાનો માટે દિશા સૂચક બની રહેશે તેમ ફિલ્મના અભિનેતા હિતુ કનોડીયા એ જણાવ્યું હતું. અને સાથે સાથે તેમને ગુજરાતી માતૃભાષા દિવસના ઉપક્રમે માતૃભાષને પ્રોત્સાહન આપવા તેમજ ગુજરાતી ફિલ્મના સમૃદ્ધ વારસાને માણવા દર્શકોને અપીલ કરી હતી. આ ફિલ્મમાં હિતુ કનોડિયા , નીલમ પંચાલ સાથે હીના જયકિશન, ડેનિશા ઠુમરા અને રતન રાઠોડ મુખ્ય ભૂમિકામાં છે.
