Skip to main content
Settings Settings for Dark

ગુજરાત : ઉનાળાની શરૂઆતમાં જ વાતાવરણમાં પલટો આવતા ઠંડીનો થયો અહેસાસ

Live TV

X
  • વાતાવરણમાં ભેજ વધતાં તાપમાન વધતું નથી, આજે સવારે પણ ઠંડીનો અહેસાસ

    રાજસ્થાન તરફ સર્જાયેલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે છેલ્લા ત્રણ દિવસ ગુજરાતના તાપમાનમાં ફેરફાર જોવા મળ્યો છે..વાતાવરણમાં પલટાને કારણે માર્ચ મહિનામાં પણ નાગરિકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે..ગતરોજ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો..ભેજયુક્ત પવનના કારણે દિવસે પણ લોકોને ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકના રાજ્યના વિવિધ શહેરોના તાપમાન પર નજર કરીએ તો અમદાવાદનું મહત્તમ તાપમાન 30.4 ડીગ્રી સે. અને લઘુત્તમ તાપમાન 14.6 ડીગ્રી સે નોધાયુ હતુ.અન્ય શહેરોના મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે નીચે મુજબ રહ્યા

    ડીસા   29.3 ,  13.5
    વડોદરા    30.4    17.0
    સુરત     28.8    20.0
    રાજકોટ    29.7    16.1
    સુરેન્દ્રનગર    29.8    14.6    
    દ્વારકા    25.9    21.9

    હાલ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા પંજાબ હરિયાણા વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમની સાથે અપરએર સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે. જેના કારણે પવનની દિશા સતત બદલાઈ રહી છે. હાલ પશ્ચિમ તરફથી આવતા પવનના
    કારણે અરબી સમુદ્ર પરથી ભેજ પણ ખેંચાઈ રહ્યો છે જેના કારણે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે ભેજના કારણે વાતાવરણ ઠંડું થઈ ગયું છે અને 12મીએ પણ આ જ સ્થિતિ જળવાયેલી રહે તેવી શક્યતા છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply