ગુજરાત: ઓઈલ અને કેમિકલ આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્ય સ્તરની મોકડ્રીલનું આયોજન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં ઓઈલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્ય સ્તરની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) અને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) ના સંયુક્ત ઉપક્રમે.ગુજરાતના વિવિધ જિલ્લામાં સ્થિત મુખ્ય રિફાઇનરીઓ અને રાસાયણિક હબ ખાતે.આયોજનની તૈયારીઓ સુનિશ્ચિત કરવા SEOC-ગાંધીનગર ખાતે આપત્તિ વ્યવસ્થાપન રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાની અધ્યક્ષતામાં ટેબલ ટોપ એક્સરસાઇઝ યોજાઈ. આ મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય ઓઇલ અને કેમિકલ ઉદ્યોગોમાં અકસ્માત સર્જાય ત્યારે ત્વરિત પ્રતિભાવ આપવા માટેની રાજ્યની તૈયારી અને સરકારી વિભાગો-ખાનગી ઉદ્યોગો વચ્ચેનું સંકલન ચકાસવાનો છે.ગુજરાત એક મુખ્ય ઔદ્યોગિક રાજ્ય હોવાથી જામનગર, હજીરા, વાડીનાર અને કંડલા જેવા મોટા પેટ્રોકેમિકલ હબની સલામતી સુનિશ્ચિત કરવી અનિવાર્ય છે.
મંત્રી મહીડાએ ભોપાલ ગેસ દુર્ઘટના અને વિશાખાપટ્ટનમ સ્ટાયરીન ગેસ લીક જેવી ઘટનાઓનો ઉલ્લેખ કરીને આ તૈયારીનું મહત્ત્વ સમજાવ્યું.NDMAના સભ્ય લેફ્ટ. જનરલ સૈયદ અતા હસનૈને ગુજરાતને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અમલમાં લાવીને અલાયદું સત્તામંડળ સ્થાપનાર દેશનું પ્રથમ રાજ્ય ગણાવ્યું.રિલાયન્સ, નાયરા, ONGC OPaL, પેટ્રોનેટ LNG અને દીનદયાલ પોર્ટ મુંદ્રા સહિતના મુખ્ય ઉદ્યોગોએ આ મોકડ્રીલમાં સહભાગી થવા બદલ તેમની પ્રશંસા કરવામાં આવી.મોકડ્રીલ સાથે સંકળાયેલા તમામ વિભાગોને સંપૂર્ણ મોક એક્સરસાઇઝ પહેલાં અંતરાલો (Gaps) ઓળખીને દૂર કરવા સૂચના આપવામાં આવી, જેથી ગુજરાતને કટોકટી વ્યવસ્થાપનમાં રાષ્ટ્રીય મોડેલ બનાવી શકાય.
