Skip to main content
Settings Settings for Dark

‘જળ વ્યવસ્થાપન’માં ગુજરાતે રાષ્ટ્રીય સિદ્ધિ મેળવી :‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર-2025’માં બીજું સ્થાન

Live TV

X
  • જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાતે વધુ એક રાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે. કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર -2025’માં ગુજરાતે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.

    ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં આજે નવી દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાતને આ સિદ્ધિ બદલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર વતી જળ સંપત્તિ વિભાગના સચિવ પાર્થિવ સી. વ્યાસે આ એવોર્ડ સ્વીકાર્યો હતો.

    મુખ્યમંત્રીના માર્ગદર્શનનું ફળમુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં ગુજરાત સરકારે જળ સંચાલન ક્ષેત્રે કરેલા ટકાઉ, નવીન અને જનકેન્દ્રિત પ્રયત્નોના પરિણામે આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે.આ પુરસ્કારમાં મહારાષ્ટ્રને પ્રથમ અને ગુજરાતને બીજા ક્રમે એવોર્ડ આપવામાં આવ્યો છે.કેન્દ્ર સરકાર દ્વારા ગત વર્ષ 2024માં પણ ગુજરાતને જળ સંચયમાં રાષ્ટ્રીય ક્ષેત્રે ત્રીજા ક્રમે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો, જે જળ વ્યવસ્થાપનમાં રાજ્યની સતત પ્રગતિ દર્શાવે છે.

    ગુજરાતની જળ સંચાલન વ્યૂહરચનાજળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા રાજ્યમાં પાણીના સ્ત્રોતોનું યોગ્ય આયોજન અને પાણીનું ટકાઉ સંચાલન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.ક્ષેત્ર કામગીરી પાણીનો સંગ્રહ અને વિતરણડેમ, બેરેજ અને ચેકડેમ દ્વારા પાણીનું સંગ્રહ, વિતરણ અને પુનઃઉપયોગ માટે મજબૂત તંત્ર ઊભું કરાયું.પાણીનું ઉદ્વહનવધુ પાણી ધરાવતા વિસ્તારોમાંથી પાણી ઉદ્વહન કરીને પાણીની તંગી ધરાવતા વિસ્તારોમાં પહોંચાડવાની ઉત્કૃષ્ટ કામગીરી.જળ સંતુલનભૂગર્ભ જળ રિચાર્જ અને ખાર નિયંત્રણ થકી પાણીની તંગીવાળા વિસ્તારોમાં રિચાર્જ પ્રોજેક્ટ્સ આધારિત યોજનાઓ દ્વારા જળ સંતુલન જાળવવામાં આવ્યું.શુદ્ધ કરેલા ગંદાપાણીનો પુનઃઉપયોગ, પીવાના પાણી માટે ભૂગર્ભ સ્ત્રોતોનો ઓછો ઉપયોગ અને પાણી વ્યવસ્થાપનમાં સમુદાયની સહભાગિતા દ્વારા ગુજરાતે દેશ સમક્ષ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.ગુજરાતની આ સિદ્ધિ રાજ્યની જળ સુરક્ષા (Water Security) વધારવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply