Skip to main content
Settings Settings for Dark

સ્વચ્છ ગુજરાત: 13,000 થી વધુ ગામો ODF+ જાહેર, ગામડાઓ બનશે સ્વચ્છ, સુંદર અને સમૃદ્ધ

Live TV

X
  • ગામડાઓ દેશની કરોડરજ્જુ સમાન છે, અને જો ગામડાઓ સ્વચ્છ, સુંદર અને સમૃદ્ધ બનશે તો આપણો દેશ પણ સ્વચ્છ અને સમૃદ્ધ બનશે. આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને ‘સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)’ અભિયાન થકી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં અત્યાર સુધીમાં અંદાજે 68.70 લાખ કરતાં વધુ શૌચાલયનું બાંધકામ કરવામાં આવ્યું છે.

    મુખ્ય સફળતાઓ અને પહેલોODF+ મોડેલ ગામો: ગામમાં ઘરે ઘરે શૌચાલયના નિર્માણ, ઘન અને પ્રવાહી કચરાના તેમજ સૂકા-ભીના કચરાને અલગ કરીને તેના યોગ્ય નિકાલની વ્યવસ્થાઓના પરિણામે રાજ્યના 13 હજાર કરતાં વધુ ગામડાઓને ODF+ મોડેલ ગામો જાહેર કરવામાં આવ્યા છે.ખુલ્લામાં શૌચમુક્ત રાજ્ય: મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2014 માં ‘સ્વચ્છ ભારત મિશન’ની શરૂઆત કરાવી હતી. 

    ગુજરાતમાં આ મિશનની સફળતા અને જનભાગીદારીના પરિણામે ગાંધીજીની જન્મજયંતિ એટલે કે તા. 2 ઓક્ટોબર, 2019 ના રોજ ગુજરાતને ખુલ્લામાં શૌચમુક્ત રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે.ફેઝ-2  હેઠળની કામગીરીગ્રામ વિકાસ મંત્રી  કુંવરજી બાવળિયા અને રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાના નેતૃત્વમાં ગુજરાતમાં સ્વચ્છતા ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. ‘સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)’ફેઝ- 2 અંતર્ગત ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપન દ્વારા નીચે મુજબની વિવિધ પ્રકારની અસ્કયામતો પર કામગીરી કરવામાં આવી રહી છે:વ્યક્તિગત શૌચાલય અને વ્યક્તિગત સોકપીટ.સેગ્રીગેશન શેડ અને સામૂહિક કમ્પોસ્ટ પીટ.પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અને ડોર ટુ ડોર કચરા એકત્રીકરણ.સામૂહિક સોકપીટ.

    આ મિશન થકી ગોબરધન પ્રોજેક્ટ હેઠળ સૂકો-ભીનો કચરો અને બાયોગ્રેડેબલ વેસ્ટને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી ગ્રામીણ વિસ્તારોમાં વૈકલ્પિક ઊર્જા, સ્વચ્છ વાતાવરણ, આરોગ્ય તેમજ સ્વસહાય જૂથોની મંડળીઓ દ્વારા રોજગારીની તકો ઊભી થઈ રહી છે.શૌચાલય યોજનાનો લાભ મેળવવાની પ્રક્રિયારાજ્ય સરકાર દ્વારા પારદર્શિતા સાથે પ્રોત્સાહન રકમ છેવાડાના માનવી સુધી પહોંચાડીને નાગરિકોમાં જૂના રીતિ રિવાજો અને ખોટી માન્યતાઓને તિલાંજલિ આપી સ્વચ્છતા પ્રત્યે લોક જાગૃતિ કેળવવામાં આવી રહી છે.

    અરજીનાગરિકોએ ગ્રામ પંચાયત કચેરી ખાતેથી અથવા ઓનલાઈન પોર્ટલના માધ્યમથી અરજી કરવાની રહે છે. સ્થળ ખરાઈઅરજી કર્યા બાદ ગ્રામ્યકક્ષાના કર્મચારીઓ દ્વારા સ્થળ ખરાઈ કરીને અરજી મંજૂર કે નામંજૂર કરવામાં આવે છે.. બાંધકામ શરૂઆતઅરજી મંજૂર થયા બાદ લાભાર્થીને વ્યક્તિગત શૌચાલયનું બાંધકામ શરૂ કરવા માટે જાણ કરવામાં આવે છે.પ્રોત્સાહક રકમબાંધકામ પૂર્ણ થયા બાદ ‘સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના’માંથી લાભાર્થીને રૂ. 12,000ની આર્થિક પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે. 

    વિશ્વ શૌચાલય દિવસ (World Toilet Day)દરેક ઘરમાં વ્યક્તિગત શૌચાલય ખૂબ જરૂરી છે, કારણ કે ખુલ્લામાં શૌચક્રિયા કરવાથી માનવમળના કારણે રોગચાળો થવાની સંભાવના રહે છે, જેનાથી નાગરિકોનું આરોગ્ય જોખમાય છે. રોગોથી બચવા અને પર્યાવરણને સ્વચ્છ રાખવા માટેની જાગૃતિ લાવવા દર વર્ષે યુનાઈટેડ નેશન્સ દ્વારા તા. 19, નવેમ્બરના રોજ ‘વિશ્વ શૌચાલય દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.ચાલુ વર્ષે આ દિવસની ઉજવણી ‘બદલાતી દુનિયામાં સ્વચ્છતા’ ની થીમ સાથે કરવામાં આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply