ગુજરાત: છોટા ઉદેપુરમાંથી ‘રુંજિયા રીપેન્સ’ છોડની નવી વરાયટી શોધી કાઢવામાં આવી
Live TV
-
જરાતની જૈવ-વિવિધતામાં વધુ એક ગૌરવવંતી સિદ્ધિ ઉમેરાઈ છે. ગીર ફાઉન્ડેશનના સંશોધકોએ છોટા ઉદેપુર જિલ્લામાંથી ‘રુંજિયા રીપેન્સ’ છોડની એકદમ નવી અને અનોખી વરાયટી શોધી કાઢી છે. નર્મદા કેનાલ કમાન્ડ એરિયામાં ચાલી રહેલા ઇકોલોજીકલ અભ્યાસ દરમિયાન આ શોધ થઈ છે. સામાન્ય રીતે વાદળી કે જાંબલી ફૂલો ધરાવતા આ છોડની આ નવી વરાયટીમાં આકર્ષક સફેદ ફૂલો જોવા મળ્યા છે, જેને વૈજ્ઞાનિકોએ ‘રુંજિયા રીપેન્સ વરાયટી આલ્બા’ નામ આપ્યું છે.
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્યમંત્રી પ્રવીણ માળીએ આ વિશેષ સફળતા બદલ ગીર ફાઉન્ડેશનની ટીમને અભિનંદન પાઠવ્યા છે. આ મહત્વપૂર્ણ સંશોધનને ફોરેસ્ટ્રીના પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય જર્નલ ‘ઇન્ડિયન ફોરેસ્ટર’ દ્વારા પણ સ્વીકૃતિ મળી છે.
આ સાથે જ ગીર ફાઉન્ડેશનના હર્બેરિયમને ન્યૂયોર્ક બોટનિકલ ગાર્ડન દ્વારા સત્તાવાર એક્રોનિમ (GEERFH) મળ્યું છે, જે રાજ્ય માટે ગર્વની વાત છે.
