Skip to main content
Settings Settings for Dark

ગુજરાત પોલીસ અકાદમી-કરાઈ ખાતે તા. 4 થી 8 ડિસેમ્બર સુધી યોજાશે ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશન-2023

Live TV

X
  • ગુજરાત પોલીસ અકાદમી-કરાઈ ખાતે તા. 4 થી 8 ડિસેમ્બર સુધી યોજાશે ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશન-2023

    ગુજરાત રાજ્ય દ્વારા આવતીકાલથી 8 ડિસેમ્બર દરમિયાન ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ-ગાંધીનગર ખાતે 24મા “ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશન-2023”નું આયોજન કરવામાં આવ્યું છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી આવતીકાલે આ કોમ્પિટિશનનો વિધિવત શુભારંભ કરાવશે. જેમાં દેશના અલગ-અલગ 15 રાજ્યના પોલીસ વિભાગની બેન્ડ ટીમો ઉપરાંત પેરા-મીલીટરીની પણ 05 બેન્ડ ટીમો સહભાગી થશે.

    આ સ્પર્ધામાં મુખ્યત્વે બ્રાસ બેન્ડ, પાઇપ બેન્ડ અને બ્યુગલ બેન્ડ, એમ કુલ ત્રણ કેટેગરીમાં વિવિધ ટીમો સહભાગી થશે. જે પૈકી બ્રાસ બેન્ડ કેટેગરીમાં પુરૂષોની 17 ટીમ અને મહિલાની 01 ટીમ, પાઇપ બેન્ડ કેટેગરીમાં પુરુષોની 13 ટીમ અને મહિલાઓની 06 ટીમ તથા બ્યુગલ કેટેગરીમાં  પુરુષોની 19 ટીમો આ સ્પર્ધામાં ભાગ લેશે. ચાર દિવસ સુધી ચાલનાર આ સ્પર્ધામાં કુલ 1200થી વધુ સ્પર્ધકો સહભાગી થશે. આ સ્પર્ધા દરમિયાન ત્રણેય કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે. આ સાથે જ વિજેતા ટીમોના સ્પર્ધકોને પણ ગોલ્ડ, સીલ્વર અને બ્રોન્ઝ મેડલ આપી સન્માનિત કરવામાં આવશે. આ સિવાયના સ્પર્ધકોને પણ પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply