વર્ષ 2022-23માં ખાદીનો કુલ કારોબાર 1 લાખ 35 હજાર કરોડને પાર કરી ગયો છે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
Live TV
-
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, વર્ષ 2022-23માં ખાદીનો કુલ કારોબાર એક લાખ 35 હજાર કરોડને પાર કરી ગયો છે અને તેના કારણે લાખો લોકો સન્માનની સાથે આત્મનિર્ભરતાથી જીવી રહ્યા છે. અમદાવાદના સાયન્સ સીટી ખાતે યોજાયેલ માટી કલા મહોત્સવમાં સંબોધન કરતાં શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે, આજે પણ ખાદીનો વિચાર બહુઆયામી છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીએ વોકલ ફોર લોકલના સૂત્રમાં સ્વદેશી અને રોજગાર બંનેને જોડવાનું કામ કર્યું છે અને ખાદીના જર્જરિત થઇ ગયેલા આંદોલનને એક નવા આયામ પર પહોંચાડ્યું છે.
