Skip to main content
Settings Settings for Dark

કૃષિ ક્ષેત્રે સ્થપાતા ઉદ્યોગોને પ્રોત્સાહન પૂરું પાડતી ગુજરાત સરકાર

Live TV

X
  • રાજ્યમાં કૃષિ ક્ષેત્રે સ્થપાતા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ રાજ્ય સરકાર દ્વારા અમલમાં છે.

    રાજ્યમાં કૃષિ ક્ષેત્રે સ્થપાતા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ રાજ્ય સરકાર દ્વારા અમલમાં છે. આ નીતિ હેઠળ 480 થી વધુ કૃષિ ઉદ્યોગ એકમોને  328 કરોડ રૂપિયાથી વધુ સહાય આપવામાં આવી છે. ચાલુ વર્ષે પણ આ યોજના હેઠળ બજેટમાં 200 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. 

    રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિના પરિણામે ગુજરાતમાં કૃષિ ઉત્પાદનોના પ્રોસેસિંગ અને નિકાસમાં વધારો થઇ રહ્યો છે. દેશમાં ઔષધીય પાકોમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો પાક ઇસબગુલ છે, અને વૈશ્વિક સ્તરે પણ ઇસબગુલનો સૌથી મોટો ઉત્પાદક દેશ ભારત છે, જેમાં ગુજરાતનું યોગદાન મહત્વપૂર્ણ છે. ગુજરાતમાં ઇસબગુલનું ઉત્પાદન છેલ્લા પાંચ વર્ષમાં બમણું થયું છે.  કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઇસબગુલનું ઉત્પાદન વધતાં ઇસબગુલ પાક સાથે સંકળાયેલા કૃષિ ઉદ્યોગો સ્થાપવાની સંભાવના રાજ્યમાં વધશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply