રાજ્યની પ્રાથમિક શાળાના ૨ લાખથી વધુ શિક્ષકોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPRની તાલીમ અપાશે
Live TV
-
રાજ્યની પ્રાથમિક શાળાના ૨ લાખથી વધુ શિક્ષકોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPRની તાલીમ અપાશે. આ એક દિવસીય તાલીમ આજે અને ૧૭મી ડિસેમ્બરે બે તબક્કામાં યોજાશે. શિક્ષણમંત્રી કુબેર ડિંડોર ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતેથી CPR તાલીમનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો .
ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં શિક્ષણમંત્રીની અધ્યક્ષતામાં તબીબી એસોસિયેશન અને વિવિધ શિક્ષણ સંઘો વચ્ચે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો. કાર્યક્રમના સંબોધનમાં કુબેર ડિંડોરે કહ્યું કે, દેશ ભરમાં હાર્ટ એટેકના દર્દીઓમાં થઈ રહેલ વધારાને ધ્યાનમાં રાખી રાજ્યની 37 મેડિકલ કોલેજો ખાતે 2500 થી વધુ તજજ્ઞો દ્વારા ગુજરાતના 2 લાખથી વધારે શિક્ષકો માટે CRP ટ્રેનિંગ અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જેના ભાગરૂપે આજે જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ ગોધરા દ્વારા જિલ્લા શક્ષણાધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, પંચમહાલ-ગોધરા ના સંયુક્ત ઉપક્રમે આયોજિત "Cardio Pulmonary Resuscitation" શિક્ષણ સજ્જતા તાલીમ અંતર્ગત ઉપસ્થિત રહી આરોગ્ય વિભાગના અધિકારીઓ પાસે તાલીમ વિશેની જાણકારી મેળવી તથા સમાજમાં જાગૃતિ લાવવા માટે ઉપસ્થિત સૌને સહભાગી બનવા સંબોધિત કર્યા.સવારે નવથી સાંજના પાંચ વાગ્યા સુધી યોજાનારી આ તાલીમમાં કુલ ૮ બેચમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા તેમજ શિક્ષણ ક્ષેત્રે કામગીરી કરતા ૨૪૦૦ જેટલા અધિકારીઓ-કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે.
