વિકસિત ભારત સંકલ્પ યાત્રા
Live TV
-
મોરબી
મોરબી જિલ્લામાં હાલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા,ગામે ગામ જઈ ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે લોકોને ઘર આંગણે માહિતી અને લાભ આપવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત મોરબીના નીચી માંડલ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી હતી. નીચી માંડલ ગામે સાંસદ મોહન કુંડારિયાએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતુ. આ યાત્રામાં ગામનાં સ્થાનિક અગ્રણીઓ, સરપંચ, ઉપ-સરપંચ, તલાટી મંત્રી સહિત, આગેવાનો પણ હાજર રહ્યા હતા.
ખેડા-નડિયાદ
કેન્દ્ર સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ લઈ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ગુતાલ ગામે પહોંચી હતી. જ્યાં ગુતાલ ગામના સમગ્ર ગ્રામજનો ઉપરાંત આજુબાજુના 10 નાના પરાઓના ગ્રામજનો યાત્રામાં જોડાવવા ગુતાલની પ્રાથમિક શાળામાં આવ્યા હતા. ઉપસ્થિત તમામ લોકોને અગ્રણીઓના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સરકારી યોજનાઓના લાભો વિશે માહિતી આપવામાં આવી હતી. સાથે જ આ કાર્યક્રમમાં ઉપસ્થિત લાભાર્થીઓએ ભારત સરકારનો અને વિવિધ યોજનાઓના મળેલા લાભ માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો.
