અંબાજી પાસે ત્રિશુલીયા ઘાટી પર ખાનગી લકઝરી બસ પલ્ટી ખાતા અકસ્માત સર્જાયો હતો
Live TV
-
અંબાજી પાસે ત્રિશુલીયા ઘાટી પર ખાનગી લકઝરી બસ પલ્ટી ખાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમા 30થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત બન્યા છે. તેઓને સારવાર માટે દાંતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.આ મુસાફરો છેલ્લા 20 દિવસથી પ્રવાસે નિકળ્યાં છે, તેઓ અંબાજી ખાતે અંબામાં ના દર્શન કરીને મોઢેરા જવા નિકળ્યાં હતાં. ત્રિસુલીયાની ઘાટી પર અવાર-નવાર અકસ્માત બનતા રહે છે. આ મુસાફરો જામનગર, મોરબી અને રાજકોટના હોવાનું જાણવા મળે છે.
