રાજયમાં આજથી 2 દિવસ દરમિયાન અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી : હવામાન વિભાગ
Live TV
-
હવામાન વિભાગે રાજયમાં આજથી 2 દિવસ દરમિયાન અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી શક્યતા છે અને અમરેલી, જૂનાગઢમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ દિશાના પવનોના અને ભેજના કારણે વરસાદ પડવાની શક્યતા છે. તાપમાનમાં આજથી બે દિવસ બાદ બે થી ત્રણ ડિગ્રીમાં ઘટાડો થવાની શક્યતા છે, ડિસેમ્બરમાં મહત્તમ અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ઘટવાની શકયતા છે .પવનની ગતિ 10 થી 15 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા છે. કમોસમી વરસાદની શક્યતાઓને ધ્યાને રાખીને ખેડૂતો માટે અને એપીએમસી માટે ખેતી નિયામક કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ખુલ્લા પડેલાં પાકને સલામત સ્થળે ખસેડવા અને તાડપત્રીથી ઢાંકવા માટેની અપીલ કરવામાં આવી છે.
