Skip to main content
Settings Settings for Dark

ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે સી આર પાટીલની નિમણૂંક

Live TV

X
  • ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે નવસારીના સાંસદ સી. આર. પાટીલની નિમણૂક કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ સી. આર. પાટીલની ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે. આ નિયુક્તિ તત્કાળ પ્રભાવથી લાગૂ થશે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવા પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે સી. આર. પાટીલની નિમણૂંકને વધાવતા જણાવ્યું હતું કે સી.આર.પાટીલ ભાજપના પાયાના કાર્યકર છે અને પ્રદેશ અધ્યક્ષ તરીકે તેમની નિમણૂકનું અમે સ્વાગત કરીએ છીએ. સીએમ રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સી. આર. પાટીલના નેતૃત્વમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી વિકાસ સાધશે અને સંગઠનનો વ્યાપ વધશે. તો નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પત્રકારો સાથેની વાતચીતમાં વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં તમામ બેઠકો ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કમલમ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં કાર્યકર્તાઓ દ્વારા પોતાને મળેલ સહયોગ કરતાં પણ વધુ સહયોગ તેઓ સી.આર. પાટીલને આપશે તેવી આશા વ્યક્ત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
apply