ગુજરાત પ્રદેશ ભાજપના નવ નિયુક્ત અધ્યક્ષ સી.આર.પાટીલ આજે સોમનાથ મંદિરની લેશે મુલાકાત
Live TV
-
જૂનાગઢ ગાંઠિલા મંદિરે દર્શન પણ કરશે દર્શન, રાત્રિ રોકાણ જૂનાગઢમાં જ રહેશે
ગુજરાત પ્રદેશ ભાજપના નવ નિયુક્ત અધ્યક્ષ સી.આર.પાટીલ ગઈકાલથી 4 દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસનો પ્રારંભ કરી રહ્યા છે ત્યારે આજે તેઓ સાસણથી સવારે નવ વાગે સોમનાથ મંદિર દર્શન કરશે ત્યારબાદ જિલ્લા સંગઠનના કાર્યકરો સાથે મીટિંગ કરશે. બાદમાં જૂનાગઢ જિલ્લાના અને શહેરના કાર્યકરો સાથે પણ મુલાકાત કરશે. આ ઉપરાંત જૂનાગઢ ગાંઠિલા મંદિરે દર્શન કરશે. અને રાત્રિ રોકાણ જૂનાગઢમાં રહેશે તો ગુરૂવારે જેતપુર ગોંડલના અને રાજકોટના કાર્યકરો સાથે મુલાકાત કરશે. આ દરમિયાન ખોડલધામ અને શીદસર ઉમિયાધામ ખાતે પણ દર્શન કરશે. તો શુક્રવારે રાજકોટ મહત્વની મીટિંગ બાદ ચોટીલા દર્શન કરશે અને રાત્રિ રોકાણ ત્યાં કરશે. અને શનિવારે અમદાવાદ જિલ્લામાં પ્રવાસ કરી કાર્યકરોને સંબોધશે
