Skip to main content
Settings Settings for Dark

ARIIA-2020ના સ્ટાર્ટ અપ રેન્કિંગમાં GTU દેશમાં પાંચમા સ્થાને

Live TV

X
  • ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ આજે નવ પ્રવર્તન સંબંધીત ઉપલબ્ધીઓ માટે અટલ રેન્કિંગ ઓફ ઈન્સિસ્ટિટ્યૂશન્સ ઓન, ઈનોવેશન એચિવમેન્ટ્સ એટલે કે, ARIIA-2020 ના પરિણામ જાહેર કર્યા હતા. ARIIA શિક્ષણ મંત્રાલયની પહેલ છે. જેનો ઉદ્દેશ્ય ભારતમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને વિશ્વ વિદ્યાલયોને તેમના દ્વારા કરાયેલા ,નવા ચાર, સ્ટાર્ટ અપ ,અને ઉદ્યમીઓના વિકાસના આધાર પર રેન્કિંગ પ્રદાન કરવાનું છે.

    અખિલ ભારતીય ટેકનોલોજી, શિક્ષણ પરિષદ ના અધ્યક્ષ ,પ્રોફેસર અનિલ સહસ્ત્રબુદ્ધેએ, આ અંગે જણાવ્યું હતું કે, આજે સમગ્ર દુનિયા વૈશ્વિક નવ પ્રવર્તનની યાદીમાં ભારતની સ્થિતિમાં ઉલ્લેખનીય સુધારો થતો ,જોઈ રહી છે. તો ઉપરાષ્ટ્રપતિ દ્વારા જાહેર થયેલ અટલ રેન્કીંગ ઓફ ઇન્સ્ટીટ્યુશન ઓન ઇનોવેશન એચીવમેન્ટ એવોર્ડમાં જીટીયુ સમગ્ર દેશમાં પાંચમાં સ્થાને આવ્યું છે.

    દેશભરમાંથી જુદી જુદી કેટેગરીની કુલ 674 અરજીમાંથી G.T.U. એ ગવર્મેન્ટ એન્ડ ગવર્મેન્ટ એડેડ યુનિવર્સિટી ની કેટેગરીમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. તો આણંદ કૃષિ યુનિવર્સીટીએ પણ ટોપ 5માં સ્થાન મેળવ્યું છે જે સમગ્ર રાજ્ય માટે ગૌરવની વાત છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply