24 કલાકમાં રાજ્યમાં નવા 1126 કેસ નોંધાયા, તો 20 દર્દીઓના મોત
Live TV
-
આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1126 કોરોનાના કેસ નોંધાયા છે, તો 1131 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જેની સાથે રાજ્યમાં સાજા થવાનો દર 78.71 ટકાએ પહોંચ્યો છે.
નવા કેસની સાથે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 80,942 પર પહોંચી છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,07,188 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,06,400 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 816 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરેન્ટાઈન રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 14410 છે, જેમાંથી 78 વેન્ટિલેટર પર છે અને 14332 સ્ટેબલ છે. છેલ્લા 24 કલાકમાં નવા 20 દર્દીઓના મોત થયા છે, જેની સાથે મોતનો કુલ આંકડો 2822 થયો છે. આજે સુરત જિલ્લામાં નવા 252 અને અમદાવાદ જિલ્લામાં 165 નવા કેસ અને વડોદરા જિલ્લામાં 111 નવા કેસ નોંધાયા છે.
