Skip to main content
Settings Settings for Dark

રાજકોટમાં 68 સફાઈ કર્મચારીઓનો રિપોર્ટ કોરોના પોઝિટીવ

Live TV

X
  • રાજકોટમાં વરસાદ સાથે કોરોનનું સંકટ યથાવત - રાજકોટમાં છેલ્લા 2 દિવસમાં કુલ 68 સફાઈ કર્મીઓનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝીટીવ

    રાજકોટ શહેરમાં ફેરિયાઓ અને જેલના કેદીઓ બાદ હવે સફાઈ કર્મચારીઓનું હેલ્થ સ્ક્રીનીંગ મનપા દ્વારા કરવામાં આવી રહ્યું છે. રાજકોટમાં છેલ્લા 2 દિવસમાં કુલ 68 સફાઇ કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. રાજકોટ મનપાની આરોગ્ય વિભાગ દ્વારા મનપા કચેરી ખાતે સફાઇ કર્મચારીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે, જેમા 2 દિવસમાં 1500થી વધુ સફાઇ કર્મચારીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે.

    જે પૈકી પ્રથમ દિવસે 45 અને બીજા દિવસે 23 મળી 68 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ હજુ પણ આગામી 2 દિવસ સફાઇ કર્મચારીઓનું હેલ્થ સ્ક્રીનીંગ કરવામાં આવશે, જેથી વધુ સફાઇ કર્મીઓના રિપોર્ટ પોઝિટિવ આવે તેવી શકયતા જોવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે ,મનપા દ્વારા કોરોના પોઝિટિવ સફાઈ કર્મચારીને આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply