ગુજરાત યુનિવરર્સિટી ખાતે વિદ્યાર્થીઓ માટે ભરતી મેળો યોજાયો
Live TV
-
શ્રમ અને રોજગાર વિભાગગુજરાત સરકાર અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુવાનો ને અને મહિલાઓને રોજગારી માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
શ્રમ અને રોજગાર વિભાગગુજરાત સરકાર અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુવાનો ને અને મહિલાઓને રોજગારી માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ કામગીરી અંતર્ગત અમદાવાદ માં ગુજરાત યુનિવર્સિટી ખાતે ઇન્ફર્મેશન એન્ડ ટેકનોલોજી ના વિદ્યાર્થીઓ માટે ભરતી મેળોનુ આયોજન ગઈકાલે કરાયું હતું. જેમાં ગુજરાત યુનિવર્સિટી ના કુલ પતિ ડૉ.હિમાંશુ પંડ્યા તથા ઉપ કુલપતિ ડો.જગદીશ ભાવસારે કાર્યક્રમ ખુલ્લો મુક્યો હતો. આ ભરતી મેળા માં IT સેક્ટરની 20 કંપનીઓ દ્વારા 350 થી વધુ વિદ્યાર્થીઓને2 લાખ થી 4 લાખ રૂપિયા સુધીના પેકેજની નોકરીઓ ઓફર કરવામાં આવી હતી. રોજગાર મેળા માં MCA. બી.ટેક આઇ.ટી. તથા બી.સી.એ ના 500 જેટલા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો.
