મહેસાણાઃ 69 કિલોની કેક કાપી વડાપ્રધાન મોદીના 69માં જન્મ દિવસની ઉજવણી કરાઈ
Live TV
-
આ કાર્યક્રમમાં જળ બચાવો અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે સંકલ્પ કરવી કોટન બેગોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન મોદીના ઉચ્ચ શૈક્ષણની શિક્ષણ ભૂમિ એવા શૈક્ષણિક નગરી વિસનગર ખાતે પ્લાસ્ટિક મુક્ત ભારતના નિર્ધાર સાથે જનજાગૃતિ રેલી યોજાઈ હતી જેને લીલી ઝંડી આપતા મહેસાણા સાંસદ અને જિલ્લા કલેકટરે પ્રારંભ કરાવ્યો હતો. રેલી અને પીએમના જન્મ દિવસના કાર્યક્રમમાં 69 કિલોની કેક કાપી વડાપ્રધાન મોદીના 69માં જન્મ દિવસની ઉજવણી કરાઈ હતી.
સાંકળચંદ પટેલ યુનિવર્સીટી અને અન્ય સંસ્થાના સહયોગથી વડાપ્રધાન મોદીના 69માં જન્મ દિવસની ઉજવણી કરતા નૂતન હાઈસ્કૂલ ખાતે 69 કિલોની કેક સાંસદના હસ્તે કપાવી વિદ્યાર્થીઓને વેચવામાં આવી હતી.
આ ઉપરાંત આ કાર્યક્રમમાં જળ બચાવો અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે સંકલ્પ કરવી કોટન બેગોનું વિતરણ કરવામાં આવ્યું હતું.આમ pmના જન્મદિવસ પર વિસનગર ખાતે અનેક સેવા કાર્યો અને જનજાગૃતિ લાવવા અર્થાત પ્રયાસ કરાયો હતો.
