પાટણઃ ગુર્જરવાડા ગામે ખાળકૂવામાં ગુંગળામણથી એક જ પરિવારના પાંચના મોત
Live TV
-
મહિલાને બચાવવા જતાં સર્જાઈ દુર્ઘટના, એક જ પરિવારના પાંચ સભ્યોના મોત
પાટણ જિલ્લાના સમી તાલુકાના ગુજરવાડા ગામે સાંજના સુમારે બનેલી દુર્ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી મચાવી દીધી હતી. સાંજના સુમારે સિંધવ ગગાભાઇ શોષ કૂવા પર બેઠા હતા ત્યારે અચાનક પથ્થર ઘસી જતા અંદર પડ્યા હતા તેમની બૂમ સાંભળી કુટુંબના સભ્યો પણ બચાવવા એક પછી એક અંદર પડતા તમામનાં મોત નિપજ્યા હતાં. જેમને તત્કાલિક સમી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સમી મામલતદાર અને ડેપ્યુટી કલેકટર પહોંચ્યા હતાં.
આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકાતુર વાતાવરણ સર્જાઈ ગયું હતું. આ ઘટનાની કરુણતા એ છે કે જ્યારે આ ઘટનાની મૃતકની બહેનપણીને જાણ થઈ ત્યારે તેનું પણ હાર્ટ એટેકથી અવસાન થયું હતું. આ ઘટનાની જાણ પડોશમાં રહેતા વેણી બેન જોષી નામની મહિલાને થઈ હતી. વેણીબેન સોસ કુવામાં ખાબકીને મોતને ભેટેલ મહિલાના ખાસ મિત્ર હતા. પોતાની સહેલીના મોતના સમાચાર જાણીને વેણીબહેનને એટેક આવ્યો હતો. એક જ ગામમાં છ લોકોના મોત થતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
