Skip to main content
Settings Settings for Dark

ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા NRI વિદ્યાર્થીઓ વચ્ચે થઈ મારા મારી, પોલીસે નોંધી FIR

Live TV

X
  • ગત મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારા મારી અને તોડફોડની ઘટના બની હતી. આ બાબતે પોલીસ કમિશનર જી. એસ. મલિકે જણાવ્યું હતું,, કે મોડી રાત્રે 10.51 વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન થયો હતો અને 10.56 એ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.યુનિવર્સિટી હૉસ્ટેલના એ બ્લૉકમાં અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને આફ્રિકાના વિદ્યાર્થીઓ પર 25 લોકોના ટોળાએ કરેલા આ હુમલા બાદ બે વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હૉસ્પિટલે ખસેડવા પડ્યા હતા. 

    અમદાવાદ પોલીસે આ સમગ્ર મામલે એફઆઇઆર નોંધી હતી. પોલીસ દ્વારા 20થી 25 લોકોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. DCP અને 4 ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. ટોળામાં હુમલો કરનાર એક વ્યક્તિની ઓળખ થઈ ચૂકી છે. પોલીસ દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે અને અલગ-અલગ નવ ટીમો દ્વારા આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસે આપેલી વિગતો અનુસાર આ સમગ્ર મામલે પોલીસ કન્ટ્રોલ રૂમમાં રાત્રે 10 વાગ્યા 51 મિનિટે મૅસેજ મળ્યો હતો. જે બાદ તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી હતી. પોલીસના જણાવ્યાનુસાર આ ઘટના અંગે સિક્યૉરિટી ગાર્ડે ફરિયાદ કરી છે. કુલ 25 લોકોએ પથ્થરમારો કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply