Skip to main content
Settings Settings for Dark

પોરબંદરમાં શિયાળુ પાક તૈયાર થતા માર્કેટયાર્ડમાં પ્રતિદિન 8000 કિલો જીરું અને 4 હજાર કિલો ધાણાની આવક

Live TV

X
  • પોરબંદર જિલ્લામાં આ વર્ષે શિયાળુ પાકનું 113933 હેકટરમાં વાવેતર નોંધાયું છે

    પોરબંદર જિલ્લામાં શિયાળુ પાકમાં ખેડૂતોએ ધાણા અને જીરુનું પુષ્કળ વાવેતર કર્યું હતું. શિયાળુ પાકમાં વાવેતર કરેલ ધાણા અને જીરુનો પાક તૈયાર થઈ જતા. હાલ લાલણી સહિતની કામગીરી ધમધમી રહી છે. પોરબંદરના માર્કેટયાર્ડમાં છેલ્લા ઘણા દિવસોથી નવા ધાણા અને જીરુની આવક શરૂ થઈ છે. પોરબંદરના માર્કેટયાર્ડમાં પ્રતિદિન સરેરાશ 8 હજાર કિલો જીરું તેમજ 4 હજાર કિલો ધાણાની આવક થઈ રહી છે.

    ત્યારે પોરબંદર જિલ્લામાં આ વર્ષે શિયાળુ પાકનું 113933 હેકટરમાં વાવેતર નોંધાયું છે. જેમાં જીરું 24860 હેકટર અને ધાણા 12505 હેકટરમાં નોંધાયું હતું. પોરબંદરમાં શિયાળુ પાક તૈયાર થઈ જતા જ માર્કેટયાર્ડમાં પણ આવક શરૂ થઈ છે. પોરબંદરના માર્કેટયાર્ડમાં પ્રતિદિન સરેરાશ 8 હજાર કિલો જીરું તેમજ 4 હજાર કિલો ધાણાની આવક થઈ રહી છે. માર્કેટયાર્ડમાં ખેડૂતોને જીરુંના પ્રતિમણે 3000-6200 અને ધાણાના પ્રતિમણે 1000-1445 ભાવ મળી રહ્યા છે.

    આ વર્ષે શિયાળુ પાકનું 113933 હેકટરમાં વાવેતર નોંધાયું છે. જેમાં ચણા 30475 હેકટર, જીરું 24860 હેકટર, ઘઉં 16515 હેકટર, જુવાર 11690 હેકટર, ધાણા 12505 હેકટર, ઘાસચારો 15548 હેકટર, અન્ય કઠોર 860 હેકટર, લસણ 30 હેકટર, ડુંગળી 515 હેકટર, શાકભાજી 735 હેકટર નોંધાયું છે. પોરબંદર જિલ્લામાં ગત વર્ષની સરખામણી આ વર્ષે કુતિયાણા તાલુકામાં 1525 હેકટર, પોરબંદર તાલુકામાં 2297 સહિતના જિલ્લામાં 3592 હેકટરમાં શિયાળુ પાકનું વાવેતર ઘટ્યું હતું. તો પોરબંદરના રાણાવાવ તાલુકામાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 230 હેકટરમાં શિયાળુ પાકનું વાવેતર વધ્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply