ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ: વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ, 5 સુધારા બિલ રજૂ થશે
Live TV
-
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ: વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ, 5 સુધારા બિલ રજૂ થશે
આજે ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સત્ર અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સત્રની શરૂઆત પૂર્વ પ્રશ્નોત્તરીથી થશે.
સત્રની મુખ્ય કાર્યસૂચિમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત વિમાન દુર્ઘટનાના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સ્વર્ગસ્થ વિજય રૂપાણીની છબીનું અનાવરણ પણ કરવામાં આવશે. શોક પ્રસ્તાવ રજૂ થયા બાદ આજની કાર્યવાહી મુલતવી રાખવામાં આવશે.
ચોમાસુ સત્ર દરમિયાન કુલ પાંચ સુધારા બિલ રજૂ થવાના છે, જેમાં નીચેના બિલનો સમાવેશ થાય છે:
ફેક્ટરીઝ બિલ- 2025
ગુજરાત ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ બિલ - 2025
ગુજરાત જન વિશ્વાસ બિલ - 2025
ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ બિલ - 2025
ગુજરાત મેડિકલ ઇન્સ્ટિટ્યૂશન્સ બિલમાં સુધારો
આ સત્રમાં રાજ્યના કાયદાકીય માળખામાં મહત્વપૂર્ણ ફેરફારો થવાની સંભાવના છે.
