Skip to main content
Settings Settings for Dark

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી 

Live TV

X
  • ગુજરાત વિધાનસભા ચુંટણી માટે ભાજપ પાર્ટીએ ગુજરાતની 182 સીટમાંથી 160 ઉમેદવારના નામ જાહેર કર્યા

    ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ગઇકાલે મોડી સાંજે દિલ્હી ખાતે યોજાયેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ આજે સવારે પત્રકાર પરિષદ યોજીને આ નામોની યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાતના પૂર્વ પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે આ નામની જાહેરાત કરી હતી. ગુજરાત વિધાનસભા ચુંટણી માટે ભાજપ પાર્ટીએ ગુજરાતની 182 સીટમાંથી 160 ઉમેદવારના નામ જાહેર કર્યા. પ્રથમ તબક્કાના 84 ઉમેદવાર તેમજ બીજા તબક્કાના 76 ઉમેદવારના નામ જાહેર કર્યા.આ યાદીમાં કેટલાંક ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યાં છે જ્યારે કેટલાંક નામો નવા પણ છે. નવા અને જૂના નામો મિશ્રત આ ઉમેદવારોની યાદી જાહેર થતાં જ હવે ઉમેદવારો ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરશે.

    અમદાવાદ શહેર અને ગ્રામ્યના વિધાનસભાના ઉમેદવારની સૂચી

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદ શહેર અને ગ્રામ્યના વિધાનસભાના ઉમેદવારની સૂચી જાહેર કરી ભાજપે અનેક ઉલટફેર કર્યા છે. જેમાં અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો ઘાટલોડિયા વિધાનસભાની ટિકિટ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ટિકિટ આપવામાં આવી છે.  વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય કિશોર ચૌહાણની ટિકિટ કાપીને તેમના સ્થાને અમિત ઠાકરની પસંદગી કરવામાં આવી છે. તો એલિસબ્રિજ વિધાનસભામાં રાકેશ શાહથી અગાઉની નારાજગી બહાર આવતાં તેમના સ્થાને અમદાવાદના પૂર્વ મેયર અને હાલના શહેર ભાજપના પ્રમુખ અમિત શાહની ટિકિટ આપવામાં આવી છે. જ્યારે નરોડામાં ડો.પાયલ ઉકરાણીને ટિકિટ આપવામાં આવી છે. ઠક્કરબાપા વિધાનસભાની બેઠકમાં વલ્લભ કાકડિયાની બેઠક કાપવામાં આવી છે. અને તેમના સ્થાને કંચનબેન રાદડિયાને બેઠક આપવામાં આવી છે. ત્યારે કોંગ્રેસમાંથી આવેલા અને અમદાવાદમાં દબદબો ધરાવતાં દિનેશ ઉસવાહની પસંદગી કરવામાં આવી છે. તો નિકોલમાં જગદીશ પંચાલને રિપિટ કરવામાં આવ્યા છે.  તો અમરાઈવાડીમાં ડો.હસમુખ પટેલ દરિયાપુરમાં કૌશિક જૈન, જમાલપુર ખાડિયામાં ભૂષણ ભટ્ટને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે મણિનગરમાં અમૂલ ભટ્ટને ટિકિટ આપવામાં આવી છે. દાણી લિમડામાં નરેશકુમાર વ્યાસ, સાબરમતીમાં ડો. હર્ષદ પટેલ, અસારવામાં દર્શના વાઘેલાને ટિકિટ આપવામાં આવી છે. 

    અમદાવાદ ગ્રામ્યની વાત કરીએ તો વિરમગામ વિધાનસભા બેઠકની ટિકિટ કોંગ્રેસ છોડીને આવેલા યુવા નેતા હાર્દિક પટેલને આપવામાં આવી છે. તો સાણંદમાં કનુભાઈ પટેલને, દકક્રોઈમાં બાબુ જમના પટેલને, ધોળકામાં ભુપેન્દ્ર ચૂડાસમાને સ્થાને કિરીટસિંહ ડાભીને, અને ધંધુકાની ટિકિટ કાળુભાઈ ડાભીને આપવામાં આવી છે.

    ઉત્તર ગુજરાતની 32 બેઠકો માંથી 25 બેઠકો જાહેર થઇ

    ભારતીય જનતા પાર્ટીએ આજે વિધાનસભાની ચૂંટણી માટે 182માંથી 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જ્યારે 22 ઉમેદવારોના નામો હજુ જાહેર કરાયા નથી ત્યારે હવે ઉત્તર ગુજરાતની 32 બેઠકો છે. અત્યંત મહત્વપૂર્ણ ગણાનારી આ 32 બેઠકોમાંથી 7 બેઠકો પર નામો જાહેર થવાના બાકી છે. ત્યારે 25 બેઠકો જાહેર થઇ ગઇ છે. જેમાં થરાદમાંથી પૂર્વ મંત્રી શંકર ચૌધરી, ઇડરમાંથી રમણલાલ વોરાને ટિકીટ આપવામાં આવી છે. જ્યારે વડગામમાંથી મણીલાલ વાઘેલા ઉમેદવાર બન્યાં છે. જોકે પાટણ સહિતની બેઠકો જાહેર કરવાની બાકી છે. જ્યારે ગાંધીનગરની પણ કલોલ, ગાંધીનગર ઉત્તર અને માણસા બેઠક ઉપર ઉમેદવારોની પસંદગી જાહર થઇ નથી. જ્યારે ખેરાલુ, રાધનપુર અને હિમતનગર જેવી બેઠકો ઉપર હવે ઉમેદવારો જાહેર કરાશે. ખેડબ્રહ્મામાંથી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અશ્વિન કોટવાલને ટિકીટ આપીને આ બેઠક અંકે કરવા માટે ભાજપે પ્રયાસ હાથ ધર્યો છે. મુખ્ય ઉમેદવારોમાં અલ્પેશ ઠાકોરને રાધનપુરના બદલે હવે ગાંધીનગર દક્ષિણમાં ટિકીટ અપાઇ છે. ઉત્તર ગુજરાતની તમામ 32 બેઠકો જીતવા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યુ છે. 

    મધ્ય ગુજરાત ઉમેદવારની સૂચી

    મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરામાં રાજેન્દ્ર ત્રિવેદીની ટિકિટકાપવામાં આવી છે. આ ઉપરાંત અન્ય ઘણા નવા નામો ઉમેરવામાં આવ્યા છે. આ ઉપરાંત વડોદરાની વાત કરીએ તો વડોદરા શહેર વિધાનસભા મનીષબેન વકીલ, અકોટામાં ચૈતન્ય દેસાઈ, રાઉપુરામાં બાલકુષ્ણ સુકલા, પાદરામાં ચૈતન્યસિંહ ઝાલા, કરઝણ બેઠકમાં અક્ષય પટેલને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ડભોઈમાં શૈલેષ મહેતા, શંખેડામાં અભયસિંહ તડવી, છોટાઉદ્દેપુરમાં રાજેન્દ્રસિંહ રાઠવા, ભાગોડામાં અશ્વિન પટેલ, અને સાવલીમાં કેતન ઇમાનદારને ટિકિટ આપવામાં આવી છે. આણંદ જિલ્લાની વાત કરીએ તો આણંદની વિધાનસભાની ટિકિટ યોગેશ પટેલને આપવામાં આવી છે. સુજીત્રાની વિપુલ પટેલને આપવામાં આવી છે. જ્યારે માતર વિધાનસભા માટે કલ્પેશ પરમારની પસંદગી કરવામાં આવી છે. તો નડિયાદમાં પંકજ દેસાઈને યથાવત રાખવામાં આવ્યા છે. બોરસદમાં રમણભાઈ સોલંકી, ખંભાત વિધાનસભામાં મહેશ રાવલ, આંકલાવમાં ગુલાબસિંહ પઢીયાર ની પસંદગી કરવામાં આવી છે.

    ભારતીય જનતા પક્ષે આગામી વિધાનસભા માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કેન્દ્રીયમંત્રી ભૂપેન્દ્ર યાદવે નામોની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લા માટે મહુવામાં પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, જ્યારે તળાજા - ગૌતમ ચૌહાણ, ગારીયાધાર - કેશુભાઈ નાકરાણી, પાલીતાણા - ભીખાભાઇ બારૈયા, ભાવનગર ગ્રામ્ય - પુરષોતમ સોલંકી અને ભાવનગર પશ્ચિમ - જીતુભાઇ વાઘાણી ને રીપીટ કર્યા છે. જ્યારે ભાવનગર પૂર્વની બેઠક માટે નામની જાહેરાત પાછળથી કરવામાં આવશે.ગઢડાની એસ.સી બેઠક શંભુપ્રસાદ બળદેવદાસ ટૂંડિયા, જ્યારે બોટાદથી સૌરભ પટેલની ટીકિટ કાપીને ઘનશ્યામભાઇ પ્રાગજીભાઇ વિરાણીને ટીકિટ આપવામાં આવી છે..

    સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો દસાડાની એસ.સી બેઠક પરસોત્તમભાઇ ખેંગારભાઇ પરમાર, લિંબડી બેઠક કિરીટસિંહ જીતુભા રાણા, વઢવાણમાં જીગ્નાબેન સંજયભાઇ પંડ્યા, ચોટીલામાં શામજીભાઇ ભીમજીભાઇ ચૌહાણ, ધાંગધ્રામાં પ્રકાશભાઇ પુરષોત્તમભાઇ વરમોરાને સત્તાવાર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યાં છે.

    દક્ષિણ ગુજરાતની 28 બેઠોકના નામની જાહેરાત થઇ

    દક્ષિણ ગુજરાતની 28 બેઠોકના નામની જાહેરાત થઇ ગઇ છે. જેમાં સુરતમાં મોટાભાગના ઉમેદવારો યથાવત રહ્યા છે. જેમાં મંત્રી હર્ષ સંઘવી, પૂર્ણેશ મોદી, નરેશ પટેલ તેમજ કનુ દેસાઇને રિપીટ કરાયા છે. આ ઉપરાં સંગીતા પાટીલને પણ લિંબાયતમાંથી ફરી ટિકીટ અપાઇ છે. કિશોર કાનાણી ને પણ ફરી ટિકિટ અપાઇ છે. ડાંગમાં પણ વિજય પટેલને રિપીટ કરાયા છે. જ્યારે કુલ 20 જેટલા ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યાં છે. જ્યારે અન્ય 8 ઉમેદવારો બદલવામાં આવ્યાં છે.  સુરત ચોર્યાસીની બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરવાના બાકી રહ્યાં છે. આ બેઠક ઉપર ઝંખના પટેલ ગત ટર્મમાં ચુંટાયા હતા. દક્ષિણ ગુજરાતમાં 1 મહિલા ઉમેદવારને ટીકીટ આપવામાં આવી છે. આમ એકંદર રીતે જોતા દક્ષિણ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો ગઢ મનાઇ રહ્યો છે આ તમામ બેઠકો ઉપર વિજય મેળવવા માટે ભાજપ તમામ તાકાત કામે લગાડી રહી છે. જેથી જીતે એવાજ સક્ષમ ઉમેદવારોને ટીકિટ આપવાનો વ્યૂહ ઘડાયો છે.

    કચ્છ જિલ્લાની વાત કરીએ તો અબડાસામાં પ્રદ્યુમનસિંહ મહિપતસિંહ જાડેજા, માંડવીમા અનિરુધ્ધ ભાઇલાલા દવે, ભુજમાં કેશવલાલ શિવદાસભાઇ પટેલ, અંજારમાં ત્રિકમભાઇ બિજલભાઇ છાંગા, ગાંધીધામની એસ.સી, બેઠક માલતીબેન કિશોરભાઇ મહેશ્વરી, જ્યારે રાપરમાં વિરેન્દ્રસિંહ બહાદૂરસિંહ જાડેજાને સત્તાવાર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
apply