Skip to main content
Settings Settings for Dark

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટેનું જાહેરનામું આજે બહાર પડશે

Live TV

X
  • રાજ્ય વિધાનસભાની આગામી 5મી ડિસેમ્બરે 93 બેઠકોની યોજાનારી બીજા તબક્કાની ચૂંટણી માટેનું જાહેરનામું આજે બહાર પડશે. આગામી 17મી નવેમ્બર સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. 18મીએ તેમની ચકાસણી થશે. ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 21મી નવેમ્બર છે. વિધાનસભાની 182 બેઠકો માટે કેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા છે, એ ચિત્ર 21 નવેમ્બરે સાંજે સ્પષ્ટ થશે. 93 બેઠકો માટે મતદાન 5મી ડિસેમ્બરે યોજાશે અને બધી જ બેઠકોની મતગણતરી 8મી ડિસેમ્બરે હાથ ધરાશે. 1લી ડિસેમ્બરે યોજાનારી 89 બેઠકો માટે અત્યાર સુધીમાં 12 ઉમેદવારી પત્રો રજૂ થયા છે. જેમા બહુજન સમાજ પાર્ટીમાંથી ભાવનગર પશ્રિમમાં દિનેશ લાખાભાઇ રાઠોડ, જ્યારે  ભારતીય સામ્યવાદી પક્ષ પાર્ટીમાંથી રાજકોટ પૂર્વમાં સાગઠિયા સુરેશકુમાર ગોવિંદભાઇએ  ફોર્મ ભર્યુ છે. જ્યારે 10 ઉમેદવારોએ અપક્ષ તરીકે ફોર્મ ભર્યા છે. જેમાં સાવરકુંડલા, રાજકોટ દક્ષિણ, વાંકાનેરમાં 2 ઉમેદાવરો, રાજકોટ-પશ્રિમ, રાજકોટ ગ્રામ્ય, કેશોદ, ધારી, રાજુલામાં એક એક ફોર્મ ભરાયા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
apply