સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે કાર્તિકેય સારાભાઈની વરણી
Live TV
-
ગાંધીવિચારના પરિવારમાં ઉછરેલાં , જગવિખ્યાત ' સેવા ' સંસ્થાનાં સ્થાપક અને સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટનાં અધ્યક્ષ ઇલાબહેન ભટ્ટ ના અવસાન બાદ ટ્રસ્ટી મંડળની બેઠકમાં ગાંધી સંગ્રહાલયમાં મળેલી સભામાં શ્રધ્ધાંજલિ અર્પી સર્વાનુમતે કાર્તિકેય સારાભાઈના નામનો ઠરાવ કરવામાં આવ્યો હતો જેમનો તેમને સહર્ષ સ્વીકાર કર્યો હતો.
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી કાર્તિકેય સારાભાઈ તા . 01/07/1974 થી સાબરમતી આશ્રમના ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યાં છે . તેઓ સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટની સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ છે .
