ગુજરાત વિધાનસભામાં આજથી બજેટ સત્રનો પ્રારંભ
Live TV
-
આવતીકાલે નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ 2024-25 નું બજેટ રજૂ કરશે
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજથી મળશે. નાણામંત્રી કનુ દેસાઈ આવતીકાલે વિધાનસભામાં બજેટ રજૂ કરશે. આ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ સત્રમાં 25 બેઠકો યોજાશે. બજેટ સત્રનો પ્રારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થશે. રાજ્યપાલના સંબોધન બાદ શોકદર્શક ઠરાવ અને ઉલ્લેખ રજૂ કરાશે.
આ બજેટ આગામી 25 વર્ષના રોડ મેપ સાથેનું બજેટ હશે. સત્ર દરમિયાન પાંચમી ફેબ્રુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અંગે અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.
પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે સરકાર આ સત્રમાં કેટલાક મહત્વપૂર્ણ બિલો રજૂ કરવાની તૈયારી કરી રહી છે. સરકારે વિપક્ષને વિનંતી કરી છે કે તેઓ સર્વસંમતિથી રામ મંદિર માટે અભિનંદન ઠરાવ પસાર કરે. સરકારે વિપક્ષના આક્ષેપોને ફગાવી દીધા અને કહ્યું કે ભાજપ સરકાર જનહિતમાં નિર્ણયો લે છે અને આ વખતે પણ સારું બજેટ રજૂ કરવામાં આવશે જે તમામ વર્ગો માટે હશે.
