Skip to main content
Settings Settings for Dark

ગુજરાત સમગ્ર દેશમાં 'સોલાર રૂફ ટોપ' પ્લાન્ટ સ્થાપિત કરવામાં પ્રથમ ક્રમે રહ્યું

Live TV

X
  • સમગ્ર દેશમાં 'સોલાર રૂફ ટોપ' યોજના અન્વયે ગૃહ વપરાશકારોને આ સિસ્ટમમાં સબસિડીનો લાભ અપાયો છે, તેમાં 64 ટકા એટલેકે બે તૃતીયાંશ હિસ્સો એકલા ગુજરાતનો છે. 

    ગુજરાત સમગ્ર દેશમાં 'સોલાર રૂફ ટોપ' પ્લાન્ટ સ્થાપિત કરવામાં પ્રથમ ક્રમે રહ્યું છે. સંસદમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કેન્દ્ર સરકારના ઊર્જા મંત્રી આર. કે. સિંઘે આ અંગેની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, સમગ્ર દેશમાં આ 'સોલાર રૂફ ટોપ' યોજના અન્વયે જે ગૃહ વપરાશકારોને આ સિસ્ટમમાં સબસિડીનો લાભ અપાયો છે, તેમાં 64 ટકા એટલેકે બે તૃતીયાંશ હિસ્સો એકલા ગુજરાતનો છે. ગુજરાતમાં તા.2 માર્ચ 2020 સુધીમાં 50,915 ઘર વપરાશની સોલાર રૂફ ટોપ સિસ્ટમ લગાડાઈ છે અને 177.67 મેગા વોટ કેપેસિટીના સોલાર રૂફ ટોપ પ્લાન્ટ સ્થાપિત થયા છે. દેશભરમાં સોલાર રૂફ ટોપ માટે 79,950 ગૃહ વપરાશકારોએ આ સમયગાળા દરમિયાન કેન્દ્રીય નાણાકીય સહાય મેળવીને કુલ 322 મેગાવોટ ક્ષમતાના સોલાર રૂફ ટોપ પ્લાન્ટ સ્થાપિત કર્યા હોવાનું પણ સિંઘે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકાર સોલાર એનર્જી સૌર ઊર્જાના મહત્તમ ઉત્પાદન અને વપરાશથી ગુજરાતને ક્લીન ગ્રીન એનર્જીનું હબ બનાવવા પ્રતિબદ્ધ છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply