Skip to main content
Settings Settings for Dark

ગુજરાત સરકારના માહિતી-પ્રસારણ વિભાગના કર્મયોગીઓ ‘ન્યૂ મીડિયા’ માટે તાલીમ બદ્ધ થશે

Live TV

X
  • ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળ કાર્યરત માહિતી કમિશનરની કચેરી અને સંચાર ક્ષેત્રની દેશની અગ્રણી શૈક્ષણિક સંસ્થા MICA વચ્ચે મહત્વપૂર્ણ MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

    માહિતી કમિશનરની કચેરી ખાતે માહિતી કમિશનર  કે. એલ. બચાણી અને MICA વતી એસોસિએટ ડીન પ્રોફેસર સુરેશ મલોડિયા તેમજ CDMC-MICAના ચેર ડો. મનીષા પાઠક શેલત  દ્વારા સમજૂતી-પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.આ અવસરે કમિશનર  કે. એલ. બચાણીએ જણાવ્યું હતું કે, માહિતી અને પ્રસારણ વિભાગ અને  MICA વચ્ચેના સંયુક્ત પ્રયાસોથી ગુજરાત સરકારની પબ્લિક કમ્યુનિકેશન ઇકો-સિસ્ટમ વધુ મજબૂત બનશે. તેમણે ઉમેર્યું કે MICAની તાલીમથી માહિતી અધિકારીઓ વધુ લોકભોગ્ય ભાષામાં માહિતી પહોંચાડી શકશે. 

    માહિતી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની ક્ષમતા-વર્ધન માટે આ MoU કરવામાં આવ્યા છે. MICA ના નિષ્ણાતો માહિતી વિભાગના અધિકારી-કર્મચારીઓ માટે વિશેષ ઇન્ટરેક્ટિવ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરશે.CDMC-MICAના ચેર ડો. મનીષા પાઠક શેલતે આ સંદર્ભે જણાવ્યું હતું કે, આ MoU શિક્ષણ જગત અને સરકાર વચ્ચે કમ્યુનિકેશન, મીડિયા, રિસર્ચ અને જાહેર જોડાણની ક્ષમતાઓને મજબૂત કરવા માટેની એક મહત્વપૂર્ણ ભાગીદારી છે. આ સહયોગથી MICA સ્ટ્રેટેજિક કમ્યુનિકેશન, કન્ઝ્યુમર ઇનસાઇટ્સ, ડિજિટલ મીડિયા અને ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રમાં પોતાની નિપુણતાનું યોગદાન આપશે. અમારો દ્રઢ વિશ્વાસ છે કે આ ભાગીદારી નાગરિક-કેન્દ્રી અને નવીન સંચાર પહેલોના નિર્માણમાં મદદરૂપ સાબિત થશે, જે ગુજરાત સરકાર અને સમગ્ર સમાજ બંને માટે સકારાત્મક પ્રભાવ ઊભો કરશે.

    આ MoU અંતર્ગત માહિતી વિભાગના અધિકારીઓને આધુનિક કમ્યુનિકેશન પ્રવાહોથી અવગત કરાવવા ઇફેક્ટિવ કમ્યુનિકેશન સ્ટ્રેટેજી, સ્ટેકહોલ્ડર એન્ગેજમેન્ટ, સોશિયલ મીડિયા આઉટરીચ, આર્કાઇવિંગ અને ડોક્યુમેન્ટેશન, મીડિયા એન્ડ ઇન્ફોર્મેશન લિટરસી, લીડરશીપ એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ જેવા વિવિધ વિષયો પર તાલીમ આપવામાં આવશે.માહિતી કમિશનરની કચેરી હેઠળ કાર્યરત ઈલેક્ટ્રોનિક મીડિયા ભવન, સે-16 ખાતે સ્ટુડિયો સ્થાપિત કરવા માટે પણ MICA જરૂરી ટેકનિકલ માર્ગદર્શન અને સહાય પૂરી પાડશે.MICA અને માહિતી -પ્રસારણ વિભાગ વચ્ચેના સંબંધો વધુ સુદ્રઢ બનાવવા સ્પેશિયલ રિલેશનશિપ મેનેજરની નિમણૂક કરવામાં આવશે. આ ઉપરાંત જ્ઞાનના આદાન-પ્રદાન માટે MICAના નિયુક્ત ફેકલ્ટી સભ્ય સરકારી કચેરી ખાતે યોજાતી માસિક સમીક્ષા બેઠકમાં પણ ભાગ લેશે. આમ, MICA ગવર્મેન્ટ કમ્યુનિકેશનને વધુ અસરકારક બનાવવામાં સહયોગી બનશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
apply